રાજનીતિ

ભારત-ચીન મુદ્દે PM મોદીની આજે દરેક પક્ષ સાથે બેઠક પણ કેજરીવાલ સહિત આ લોકોને ના મળ્યું આમંત્રણ

1.28Kviews

ચીન અને ભારત સીમા વિવાદ મુદ્દે દરેક રાજકીય પક્ષની બેઠક 19 જૂનનાં સાંજે 5 વાગ્યે થશે. આ સર્વદળીય બેઠક કોરોના વાયરસ મહામારીનાં કારણે વર્ચુઅલ થશે. પીએમ મોદીએ કહ્યુ છે કે જવાનોનું બલિદાન વ્યર્થ નહિ જાય આથી કઈક મોટુ થશે તેવી શક્યતાઓ છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ સર્વદલીય બેઠક પહેલાં તમામ પાર્ટીઓના અધ્યક્ષો સાથે ફોન પર વાત કરીને ચર્ચા કરી. આ બેઠકમાં કુલ 16 રાજકીય પક્ષોના પ્રતિનિધિ સામેલ થઇ શકે છે.

કોંગ્રેસ તરકી આવશે સોનિયા ગાંધી

સોનિયા ગાંધી, એમકે સ્ટાલિન, એન.ચંદ્રબાબુ નાયડુ, જગન રેડ્ડી, શરદ પવાર, નીતીશ કુમાર, ડી.રાજા, સીતારામ યેચુરી, નવીન પટનાયક, કે.ચંદ્રશેખર રાવ, મમતા બેનર્જી, સુખબીર બાદલ, ચિરાગ પાસવાન, ઉદ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ, હેમંત સોરેન

કેજરીવાલને બેઠકમાં આમંત્રણ ના મળતા થયા નારાજ

પીએમ મોદી દ્વારા બોલાવામાં આવેલી ઓલ પાર્ટી મીટિંગ પહેલાં જ વિવાદ થયો છે. આમ આદમી પાર્ટીની તરફથી આરોપ મૂકાયો છે કે તેમના ચાર સાંસદ છે, રાજ્યસભામાં પણ પ્રતિનિધિ છે. એવામાં તેમને આમંત્રણ આપ્યું નથી. બીજીબાજુ રાષ્ટ્રીય જનતા દળને પણ આમંત્રણ મળ્યું નથી એવામાં તેજસ્વી યાદવે પણ પ્રશ્નો કર્યા છે.

જો કે સૂત્રોનું કહેવું છે કે જે પાર્ટીઓના લોકસભામાં પાંચથી વધુ સાંસદ છે તેમને જ આ બેઠકમાં સામેલ થવાનું આમંત્ર મળ્યું છે.

Leave a Response

error: Content is protected !!