જાણવા જેવુ

PM મોદી ઈમરજન્સી સરદારની વેશભુષામાં શા માટે હતા? જુઓ PM મોદી અને કટોકટી વિશે રોચક તથ્ય

1.18Kviews

નરેન્દ્ર મોદીની ઈમરજન્સી વખતેની ભુમિકા :

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે પણ  કટોકટીની પરિસ્થિતીમાં લોકોને જાગૃત કરવાનો મહત્વનો ફાળો ભજવ્યો હતો. નરેન્દ્ર મોદી તે સમયે ગામડે ગામડે જઈને ઈમરજન્સી વિરુદ્ધ લડવા માટે પ્રેરિત કરતા અને પોતાના મુળભુત  હક માટે જાગૃત થવાનું સમજાવતા. ખાસ કરીને અમદાવાદની પોળમાં રહીને મોદીએ અનેક કામો કર્યા તેમાંથી એક કિસ્સો એવો છે જેનાંથી ઈન્દિરા ગાંધીના પણ હોંશ ઉડી ગયા હતા.

નરેન્દ્ર મોદીને એ વાતની બરાબર જાણ હતી કે ઈન્દિરા ગાંધી વિશ્વ સામે પોતાનો ચહેરો સાફ રાખવા ઈચ્છે છે અને ભારત બહાર ઈન્દિરાની વાહ વાહી થાય તેવું તે ઈચ્છે છે. નરેન્દ્ર મોદીએ એક વાર નક્કી કર્યુ કે દિલ્હીમાં થવા જનાર વિદેશનીતિની બેઠકમાં ઈન્દિરા ગાંધી વિશે માહિતી આપવી. આ બેઠકમાં અનેક દેશના વડવાઓ હાજર રહેવાના  હતા. નરેન્દ્ર મોદીએ દિલ્હી જવાની તૈયારીઓ શરૂ કરી. અમદાવાદમાં રહીને અંગ્રેજી ભાષામાં ઈન્દિરા ગાંધી વિરુદ્ધ પરચાઓ છપાવ્યાં.  આ પરચા અને પોસ્ટર લઈને નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચી ગયા. કોઈનું ધ્યાન ન પડે એ રીતે ચાલાકીથી નવી વેશભુષા સાથે વિદેશ સચિવોની બેઠકમાં ઘુસી ગયા અને બધાને ઈન્દિરા ગાંધી વિરુદ્ધ પરચાઓ વહેંચી દીધા. આમ ઈન્દિરા ગાંધીની વૈશ્વિક સ્તરે બદનામી થવાની શરૂ થઈ.

આ સિવાય નરેન્દ્ર મોદી વેશપલટો કરીને રાજકોટની જેલમાંથી મહત્વના કાગળ લાવ્યાં હતા. જ્યારે પોલીસને સંઘની પ્રવૃત્તિઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી, ત્યારે નરેન્દ્રભાઈ ભૂગર્ભ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. આ સમયે ગુપ્ત બેઠકો મણિનગરમાં યોજવામાં આવી હતી. નરેન્દ્રભાઈએ આ કામને બહુ સારી રીતે કર્યું હતું

આજની યુવા પેઢી આ સમયને વિચારી પણ નહિ શકે તેવો સમય હતો.  આ ગુલામીના 21 મહિના વિશે એક લેખમાં લખવું મુશ્કેલ છે પણ આજે આપણને મળેલી આઝાદીની કદર થવી જોઈએ.આપણા માટે અનેક વીર સપુતોએ બલિદાન આપ્યા છે. આજે તમે જે શબ્દો વાંચી રહ્યા છો.. હું અહિં જે લખી રહી છું એ અભિવ્યક્તિની આઝાદી માટે  તમામ મહાન આત્માને સલામ.. ભારતવર્ષ આવો કાળો દિવસ ક્યારેય ન જુએ તેવી પ્રાર્થના.

  • ખુશાલી બારાઈ

Leave a Response

error: Content is protected !!