જાણવા જેવુરાજનીતિ

વડાપ્રધાન મોદીએ રાંચીમાં નવા વિધાનસભા ભવનનું કર્યું ઉદ્ધાટન

117views

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારના રોજ ઝારખંડની રાજધાની રાંચીની મુલાકાતે પહોચ્યા છે. આ મુલાકત દરમિયાન મોદી ઝારખંડ વિધાનસભાના નવા ભવનનું ઉદ્ધાટન કર્યુ છે. તેમજ નવી યોજનાને અમલમાં લાવશે.

જાણો કેટલી નવી યોજનાનો પ્રારંભ કરશે

મોદી ત્રણ રાષ્ટ્રીય યોજનાઓનો પ્રારંભ કરશે જેમાં,
છૂટક દુકાનદાર પેન્શન યોજના,
એકલવ્ય આવાસીય વિદ્યાલય યોજના,
પ્રધાનમંત્રી ખેડૂત માનધન યોજનાનો પ્રારંભ કરશે.
તેમજ 299 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા સાહિબગંજ મલ્ટી મોડલ પોર્ટનું પણ ઉદ્ધાટન કરશે.
મોદી આ પહેલા 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં રાંચી ગયા હતા.

છૂટક દુકાનદાર પેન્શન યોજના

આ યોજના હેઠળ વાર્ષિક દોઢ કરોડથી ઓછો વેપાર કરનારા તમામ દુકાનદારો, છૂટક વેપારીઓ અને સ્વરોજગાર કરનારાઓનું રજિસ્ટ્રેશન થશે.

18 થી 40 વર્ષની ઉંમરના દુકાનદાર આ યોજનાનો લાભ મેળવવા માટે દેશભરના 3.25 લાખ કોમન સર્વિસ સેન્ટર પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે. 60 વર્ષની ઉંમર બાદ તેમને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે.

વડાપ્રદાન રાંચી ખાતેથી દેશને 462 એકલવ્ય આદર્શ આવાસીય વિદ્યાલયની ભેટ આપશે. ઝારખંડના ભાગમાં 69 શાળાઓ આવી છે. જેમાં 23 શાળાઓ માટે કેન્દ્ર સરકારે 524 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી છે. આ શાળામાં વર્ગ 6થી 12નું શિક્ષણ આપવામાં આવશે.

પ્રધાનમંત્રી ખેડૂત માનધન યોજના

ખેડૂતોને સામાજિક જીવન સુરક્ષા કવચ ઉપલ્બ્ધ કરાવવા માટે માસિક પેન્શનના રૂપમાં વડાપ્રધાન ખેડૂત માનધન યોજનાની શરૂઆત કરશે. આ યોજના હેઠળ 18થી 40 વર્ષની ઉંમરના ખેડૂતોનું રજિસ્ટ્રેશન થશે. 60 વર્ષની ઉંમર પુરી થયા બાદ 3000 રૂપિયાનું માસિક પેન્શન મળશે. જેના માટે ખેડૂતોએ પણ ઉંમર પ્રમાણે નક્કી કરાયેલું પ્રિમીયમ ભરવું પડશે.

પીએમ સાહિબગંજમાં ગંગા નદી પર બનલેા મલ્ટી મોડલ પોર્ટનું ઉદ્ધાટન કરશે. અહીંથી જળમાર્ગ શરૂ થવાથી સાહિબગંજની ઓળખાણ વ્યાપારિક કેન્દ્ર તરીકે થશે. આ પોર્ટને 299 કરોડ રૂપિયાના ખર્ચથી તૈયાર કરવામાં આવ્યો છે. પોર્ટની વાર્ષિક ક્ષમતા 22 લાખ 40 હજાર ટન છે.

ઝારખંડ વિધાનસભાના નવા ભવનની ખાસિયતો

465 કરોડ રૂપિયાના ખર્ચે 39 એકરમાં ગ્રીન બિલ્ડીંગની જેમ નવું વિધાનસભા ભવનનું નિર્માણ કરાયું છે.
ત્રણ માળનું આ નવા ભવનમાં દેશનું પહેલું 37 મીટર ઊંચું ગુંબજ છે.
બિલ્ડીંગની છત પર ઝારખંડની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે.
આ દેશની પહેલી વિધાનસભા હશે જે સમગ્ર રીતે વાઈ ફાઈ કનેક્ટેડ છે.
દરેક ટેબલ પર લેપટોપ આપવામાં આવશે.
દેશની પ્રથમ પેપર લેસ વિધાનસભા હશે.

Leave a Response

error: Content is protected !!