Corona Update

PM મોદીએ બિલ ગેટ્સને પુછ્યુ ભારત દુનિયા માટે શું મદદ કરી શકે ? બિલ ગેટ્સનો જવાબ સાંભળીને રહી જશો દંગ

2.65Kviews

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોડી રાતે વીડિયો કોન્ફરન્સ દ્વારા માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક અને બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ અધ્યક્ષ બિલ ગેટ્સ સાથે વાત કરી હતી. બંને વચ્ચે કોરોના મહામારીની વૈશ્વિક અસર વિશે અંદાજે અડધો કલાક વાતચીત થઈ હતી. સાઈન્ટિફિક ઈનોવેશન અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનો મુદ્દો પણ બંનેની ચર્ચામાં સામેલ રહ્યા હતા.

બિલ ગેટ્સે કહ્યુ કે કોરોનાની લડાયમાં ભારતની મહત્વની ભુમિકા છે.

મોદીએ આ દરમિયાન ગેટ્સ ફાઉન્ડેશનના ભારત તે ઉપરાંત દુનિયાના અન્ય ભાગમાં કરવામાં આવતા સ્વાસ્થય કાર્યોના વખાણ કર્યા હતા. તેમણે બિલ ગેટ્સ પાસે સૂચનો માંગ્યા કે, દુનિયાના ફાયદા માટે ભારત કેવી રીતે વધારે સારુ કામ કરી શકે છે.

મોદીએ સરકારના કામ વિશે જણાવ્યું

  • આ ચર્ચા દરમિયાન વડાપ્રધાને સરકારના કામનો ઉલ્લેખ કર્યો હતો. તેમને જણાવ્યું કે, આ મહામારી દરમિયાન કેવી રીતે ભારતમાં સ્વાસ્થય સેવાઓને વધારે મજબૂત કરવામાં આવી છે. આ સિવાય લોકોની ઈમ્યુનિટી વધારવા માટે આયુર્વેદિક દવાઓની મદદ લેવામાં પણ આવી છે. સ્વચ્છતા પર જોર આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, આ દરેક વસ્તુઓએ ભારતને કોરોના મહામારી સામે લડવા માટે મજબૂતી આપી છે.
  • વડાપ્રધાને ગેટ્સને જણાવ્યું કે, ભારતમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગને સ્વીકાર્યું છે. તે ઉપરાતં માસ્ક પહેરવાથી લઈને લોકડાઉનના નિયમોમાં પણ કેવી રીતે સહયોગ આપ્યો છે. તેનાથી કોરોનાનું સંક્રમણને રોકવામાં થોડા અંશે સફળતા મળી છે.

Leave a Response

error: Content is protected !!