જાણવા જેવુ

પૌરાણિક પાણી સ્થાપત્યના ઉપયોગથી પાણી અછતની સમસ્યા થઈ શકે દૂર, ‘મન કી બાત’માં પણ PM મોદીએ કર્યો ઉલ્લેખ

151views

 

વિશ્વભરમાં  આજે સૌથી મોટી સમસ્યા પાણીની સમસ્યા છે. ત્યારે આપણા પાણીના સ્થાપત્યનો ઉપયોગ કરવાથી આ સમસ્યાનો ઉકેલ મળી શકે.

ગુજરાત, આમતો ગરવું અને ગમતીલું આપણું ગુજરાત કોઈ પણ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે. પછી એ રમત-ગમ્મત હોય કે સંગીત, લેખન કળા હોય કે લોક નૃત્યો, સ્થાપત્ય અને શિલ્પોમાં પણ ગુજરાત પાછળ નથી. પૌરાણિક મંદિરો, ગુફાઓ, સ્તંભો ત્યાં સુધી કે વાવ અને કૂવાઓ પણ કલ્પી ના શકાય એવી અદ્ભુત કોતરણીઓ ધરાવે છે. તો આજે જ્યારે પાણીની અછત એ એક વૈશ્વિક સમસ્યા બનતી જાય છે એ સમયે એક નજર કરીએ આપણાં કેટલાક પાણી સ્થાપત્યો તરફ….

ગુજરાતનાં કેટલાક જાણીતા પાણી સ્થાપત્યો:

રાણકી વાવ : પાટણમાં રાણકી વાવ (રાની-કી-વાવ) સૌથી પ્રખ્યાત ગુજરાતી વાવ છે. સોલંકી રાજવંશના શાસન સમયગાળા દરમિયાન રાણી ઉદયમતીએ તેમના પતિ ભીમદેવની યાદમાં બનાવડાવી આવી હોવાનું માનવામાં આવે છે. આ વાવ એ સમયની સ્થાપત્ય કલાનું સુંદર ઉદાહરણ છે. તે આશરે 64 મીટર લાંબી, 20 મીટર પહોળી  અને 27 મીટર ઊંડી છે. રસપ્રદ વાત એ છે કે, રાની-કી-વાવ ઘણા બધાં નાના નાના કૂવાઓને એક વિશાળ ગોળાકાર કૂવાથી જોડે છે. વાવમાં દેવીદેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.અહીંયા એક નાનો દરવાજો છે જે સિદ્ધપુર તરફ જતાં ૩૦ કિલોમીટર લાંબાં એક બોગદામાં ખુલે છે. આ પ્રવેશદ્વાર અત્યારે કાદવ અને પથ્થરોથી ભરાઈ ગયેલું છે પણ મૂળતઃ આ માર્ગ સંકટ સમયે રાજા અને રાજપરિવારને ભાગવા માટે બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે.

સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ર૦મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૬૮માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.

એવું માનવામાં આવે છે કે લગભગ અડધી સદી પહેલા, આ વિસ્તાર આયુર્વેદિક છોડ માટે જાણીતો હતો જે તાવ જેવા વાઇરલ રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાતો હતો. 2014 માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સૂચિમાં રાની-કી-વાવનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તથા  ભારતીય રિઝર્વ બેંકે વર્ષ ૨૦૧૮માં બહાર પાડેલી રૂપિયા ૧૦૦ની નવી ચલણી નોટોમાં પાછળની તરફ રાણકી વાવને સ્થાન અપાયું છે.

 

ડાલજ વાવ, અમદાવાદ: અડાલજ  અમદાવાદ નજીકનું  એક નાનું ગામ છે. સદીઓથી તે મુસાફરો માટે એક અટકાયત સ્થળ હતું. ઈન્ડો-ઇસ્લામિક સ્થાપત્યકલાનું  સુંદર ઉદાહરણ,ઇ.સ. 1499 માં રાણી રુડાબાઈ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેમાં ઇસ્લામિક, હિન્દુ અને જૈન માટિફ્સને જોડતા પાંચ માળવાળા સ્ટેપવેલ છે.

પૌરાણિક દ્રશ્યો દિવાલો પર કોતરાયેલા છે. એક વિશેષતા જે ઘણા મુલાકાતીઓને આકર્ષિત કરે છે તે એમી ખુમ્બર (જીવનનો પાણી શામેલ હોય તે પોટ) અને કાલપા વૃષ્ણ (જીવનનો એક વૃક્ષ) છે જે પથ્થરના એક સ્લેબમાંથી બનાવવામાં આવે છે. નવગ્રહની આકૃતિઓ દીવાલ પર કોતરેલી જોવા મળે છે. વાવ આકારમાં અષ્ટકોણ છે અને તે રેતીના પત્થરમાંથી બનેલી છે. કૂવામાં અંદરનું તાપમાન બાહ્ય આસપાસના તાપમાને કરતા 5 ડિગ્રી ઓછું હોવાનું માનવામાં આવે છે. આ વાવ પાંચ માળ ઊંડી છે. આ વાવ ત્રણ મુખ્ય પ્રવેશદ્વાર ધરાવતી હોવાથી શાસ્ત્રો મુજબના વર્ગીકરણ પ્રમાણે જયા પ્રકારની ગણાય છે. ઉત્તર દક્ષિણ ધરી પર ગોઠવાયેલી આ વાવની કુલ લંબાઇ ૨૫૧ ફૂટ છે, જ્યારે ઉત્તર દિશામાં આવેલા કૂવાની ઊંડાઇ ૫૦ ફૂટ જેટલી છે ઇજનેરી કૌશલ્ય ઉપરાંત આધ્યાત્મિક ભાવ ઉપજાવતી આ વાવ પર માતાજીનું સ્થાનક સ્થાપિત છે. જેમાં પૃથ્વીના ગર્ભમાં જવાના ભાવરૂપે વાવનાં ગોખમાંની માતાજી, ત્રિશૂળ, વાઘ, ગાગર વગેરે અને છેક છેવાડેના કૂવાની દીવાલ પરનું ગણેશજીનું શિલ્પ દેખાય છે, જે પવિત્ર યાત્રાનો શુભારંભ સૂચવે છે. આવી આધ્યાત્મિક ભાવના સાથે કેટલાય કુટુંબમાં નવ દંપતિને ફળદ્રુપતાના આશીર્વાદ લેવા વાવમાં દર્શન અર્થે લાવવામાં આવે છે.

 

દાદા હરિની વાવ, અમદાવાદ:  આ અષ્ટકોણ આકાર વાળી વાવ ગુજરાતના અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી છે. ઇ.સ.1485માં મુસ્લિમ રાજા સુલ્તાન બાઈ  હરિર દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આમ તેને દાદા હરિર વાવનું નામ મળ્યું. જે પૂર્વ-પશ્ચિમ દિશામાં અગ્રણી સીડી છે. કૂવાના પૂર્વીય બાજુ પર એક ખુલ્લું અષ્ટકોણ પેવેલિયન છે.

કૂવા પાંચ સ્તરોમાં રચાયેલ છે, પૂર્વ સ્તર આકારમાં અષ્ટકોણ છે. દરેક સ્તરે ઉંડા શિલ્પવાળા સ્તંભો ધરાવે છે. ખીલી ભીંતચિત્રવાળા પથ્થરના કામ અને કુમ્ભા અથવા ભૌમિતિક ફ્રિજની પેરાપેટથી ભરપૂર છે.

 

આ ઉપરાંત ગુજરાતનાં બીજા ઘણા પાણી સ્થાપત્યો જેમકે અડી-કડીની વાવ, નવઘણ કૂવો વગેરે જાણીતા છે. જેમની રચના ગુજરાતની સ્થાપત્ય કળાનાં ઉત્કૃષ્ટ ઉદાહરણો પૂરા પાડે છે. અને એ સમયે શાસકો તથા લોકોનો સ્થાપત્ય પ્રેમ પણ ઉજાગર કરે છે.

પાણીની અછત એ આજના સમયની જટિલ સમસ્યા બની ગઈ છે ત્યારે આપણે આ સ્થાપત્યો નો ફરીથી ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપના અમૂલ્ય વારસાનું જતન પણ થઈ શકે અને આપણી સમસ્યાનું સમાધાન પણ મળી શકે..!

 

Leave a Response

error: Content is protected !!