રાજનીતિ

લોકડાઉન 5 પર PM મોદી એ કરી ‘મન કી બાત’, વાંચો મોદીએ કહેલી 10 ખાસ વાત

3.25Kviews

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે લોકડાઉનની વચ્ચે ત્રીજી વખત મન કી બાતના કાર્યક્રમને સંબોધિત કર્યો. તેમણે કહ્યું અર્થવ્યવસ્થાનો મોટો હિસ્સો ખુલી ગયો છે, એવામાં હવે વધુ સાવધાની રાખવાની જરૂરિયાત છે. બે ગજનું અંતર, માસ્ક પહેરવું તેમાં ઢીલ ચાલશે નહિ. આપણા દેશની વસ્તી ઘણા દેશો કરતા વધુ છે, આ કારણે પડકારો પણ વધુ છે, જોકે આપણા ત્યાં ઘણું ઓછું નુકસાન થયું છે. જે કઈ આપણે બચાવી શકયા છીએ તે સામુહિક પ્રયત્નોથી સફળ થયું છે. આ સમગ્ર પ્રોસેસ પીપલ ડ્રિવન છે.

  • કોરોના સાથે આપણે હવે જીવતા શીખવું જોઈએ. કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે આખો દેશ સાથે મળીને લડી રહ્યો છે.
  • શ્રમિકોને લઈને સૌ કોઈ ચિંતિંત છે. ત્યારે રેલવે દ્વારા જે વ્યવસ્થા થઈ છે તે સરાહનીય છે. રેલવે કર્માચારીઓ પણ કોરોના વોરિયર જ છે. એક એક શ્રમિકનું ધ્યાન રાખીને તેમને ઘરે પહોંચાડવાનું કામ રેલવેએ કર્યુ છે.
  • આત્મનિર્ભર ભારત પર દેશભરમાં ચર્ચા થઈ છે. આ મિશનનું નેતૃત્વ દેશવાસીઓએ પોતાના હાથમાં લીધું છે. લોકો વોકલ ફોર લોકલ બનીને લોકલ વસ્તુનું પ્રમોશન કરી રહ્યા છે. મેક ઈન ઈન્ડિયા પ્રોક્ટ્સને વધુ પ્રમાણમાં પ્રમોશન મળી રહ્યુ છે. લોકો હવે ધીરે ધીરે આત્મનિર્ભર ભારતનો અર્થ સમજતા થયા છે. આત્મનિર્ભર ભારત અભિયાન દેશને એક નવી ઉંચાઈ પર લઈ જશે.
  • વિશ્વના અનેક નેતાઓ સાથે મેં કોરોના વિશે વાત કરી છે બધાએ એક વાત જરૂર કરી છે. યોગ અને આર્યુવેદ વિશે લોકોએ વધુ જાણકારી મેળવી છે. ઘણા બધા લોકોક યોગ સાથે જોડાઈ ગયા છે. યોગ કમ્યુનીટિ, ઈમ્યુનિટી અને યુનિટી માટે જરૂરી છે. યોગ કરવાથી અનેક ફાયદા થયા છે જે બોલિવુડ અને હરિદ્વાર સુધી લોકો સ્વીકારી રહ્યા છે.
  • યોગનો વ્યપ વધારવા માટે આયુષ મંત્રાલયે માય યોગ માય લાઈફ નામનો બ્લોગ બનાવ્યો છે જેમાં વિશ્વ ભરના લોકો તેમાં રજીસ્ટ્રર કરાવી શકે છે. આ પ્રતિયોગીતામાં બધા ભાગ લે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસને એક અલગ રીતે ઉજવીએ.
  • પીએમ મોદીએ કોરોના યોદ્ધાના વખાણ કર્યા. તમામા કોરોના વોરિયરને હું સમય ઓછો હોવાના કારણે આભાર નથી વ્યક્ત કરી શક્યો પણ અત્યારે હું તમામા લોકોનો, તમામ સંગઠનોનો આભાર આભાર માનું છું.
  • નવા નવા સંશોધનો હાલ દેશભરમાં ચાલી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ માટે વેપારીઓ નવા નવા ઉપાયો શોધી લીધા છે. ખેડુતોએ, શિક્ષકો એ પણ પોતાનું કામ ચાલુ રાખ્યું છે. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે ઈનોવેશન જરૂરી છે. આપણે આ મહામારીમાંથી જીતવું હશે તો ઈનોવેશનમાં વધારે ધ્યાન આપવું પડશે.

Leave a Response

error: Content is protected !!