રાજનીતિ

લારી-રેકડીવાળાની મદદ માટે મોદી સરકાર લાવી 5 હજાર કરોડની યોજના કેવી રીતે અરજી કરશો વાંચો

208views
  • સ્ટ્રીટ વેન્ડરો માટે કેન્દ્ર સરકાર લાવી રહી છે નવી સ્વનિધિ યોજના
  • આ માટે 5000 કરોડની રકમ ફાળવવામાં આવી છે
  • નવી સ્વનિધિ યોજનામા વેન્ડડર્સને રૂ. 10 હજારની મદદ મળશે
  • આ યોજનાથી 50 લાખથી વધુ સ્ટ્રીટ વેન્ડરને લાભ મળી શકશે
  • 1 ઓગસ્ટથી કેન્દ્ર સરકાર લોન્ચ કરશે આ યોજના

આ રીતે કરો અરજી

 http://pmsvanidhi.mohua.gov.in/ પર જવાનું રહેશે. તે પછી કૉમ્પ્યૂટર સ્કીનની હોમ પેજ ખુલશે. આ હોમ પેજ પર પ્લાનિંગ ટૂ એપ્લાય ફોર લોન નજરે પડશે. તેમાં 3 સ્ટેપ છે તેને ધ્યાનથી વાંચો અને વ્યૂ મોર પર ક્લિક કરો. તમને અહીં તમામ નિયમો અને શરતો વાંચી શકશો. આ પેજ પર તમારે વ્યૂ/ડાઉનલોડ ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે. પહેલા પોઇન્ટની નીચે બ્લુ રંગની હાઇલાઇટ છે. ત્યાં ક્લિક કરતા તમારી સામે સ્વનિધિ સ્કીમનું ફોર્મ ખુલશે. અને ફાઇલ પીડીએફ ફોર્મેટમાં હશે. એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કર્યા પછી ફોર્મમાં પૂછવામાં આવેલી જાણકારી ભરો. અને જાણકારી ભરે એપ્લીકેશનની સાથે તમામ જરૂરી દસ્તાવેજો અટેચ કરવાની રહેશે. અને એપ્લીકેશન ફોર્મને અધિકૃત સંસ્થાઓમાં જઇને જમા કરાવવુ પડશે.

પીએમ સ્વનિધિ યોજના હેઠળ તમે વધુમાં વધુ 10 હજાર રૂપિયાની લોન મળશે. જે તમને નવો વેપાર શરૂ કરવામાં મદદ કરશે. સાથે જ તે તમને સરળ શરતો પર આપવામાં આવશે. આ એક રીતની અનસિક્યોર્ડ લોન છે. સાથે જ તમને વ્યાજમાં પણ ખાસ છૂટ આપવામાં આવશે. જેથી તમે દેવાની ચૂકવણી સરળતાથી કરી શકો.

રસ્તા કિનારે, રેકડી, લારી, ઠેલા જેવી નાની દુકાનો ચલાવનારાને આ લોન આપવામાં આવશે. શાક, લોન્ડ્રી, સલૂન અને પાનની દુકાનોને પણ આ શ્રેણીમાં જોડવામાં આવી છે. અને તેને ચલાવનાર પણ આ લોન લઇ શકે છે. સરકારના મતે આ સ્ક્રીમથી 50 લાખ સ્ટ્રીટ વેન્ડરોને ફાયદો મળશે.

Leave a Response

error: Content is protected !!