Corona Update

PM મોદી દ્વારા ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે પક્ષનાં કાર્યકરોને કરાયા પંચ આગ્રહ

148views

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં ભાજપ કાર્યકરોને પાંચ આગ્રહ

૧. પાંચ ઘર માટે ખાવાનું બનાવો : જ્યારથી આ સંકટ શરૂ થયું છે ભાજપના લાખો કાર્યકર્તા દિવસ રાત ગરીબોની મદદ કરવા અને રેશન પહોંચાડવામાં જોડાયા છે. ગરીબોની સેવા કરે છે. એક એક ભાજપ કાર્યકર્તા તે સુનિશ્વિત કરી લે કે, અમારી આજુબાજુ કોઈપણ ગરીબ ભૂખ્યો ન રહે. પાંચ અન્ય ઘરો માટે ખાવાનું બનાવો અને જરૂરિયાતમંદ લોકોને આપો. સમાજનાં તમામ લોલોનું મનોબળ વધારવું તે આપણી જવાબદારી છે.

૨. પાંચ લોકોને માસ્ક વિતરણ કરો : કોઈની પણ નજીક જતા સમયે ફેસ માસ્ક પહેરવા જોઈએ. સાથે જ ૫થી ૭ અન્ય લોકો માટે પણ ફેસ માસ્ક બનાવીને તેનું વિતરણ કરી શકીએ છીએ. આ મહામારીનાં સમયમાં ફેસ માસ્ક બનાવી જનતાની સેવા કરીએ.

. પાંચ અલગ-અલગ વર્ગ માટે ધન્યવાદ પત્ર લખો : મેડીકલ ઓફિસર, પોલીસ કર્મચારી, સફાઈ કર્મચારી, બેન્ક કર્મચારી અને અન્ય જૂથમાં કામ કરતા કાર્યકર્તાઓને ધન્યવાદ કરવો જોઈએ તમારા વિસ્તારમાં આ પ્રકારનું કામ કરનારા લોકો અને સરકારી સેવાઓમાં લોકો છે, તેમનો આપણે આભાર વ્યક્ત કરવાનો છે. ૪૦ ઘરના ૫ અલગ અલગ લોકો આ ધન્યવાદ પત્ર પર સહી કરે.

૪. આરોગ્ય સેતુ મોબાઈલ એપ ડાઉનલોડ કરો : ભારત સરકારે આરોગ્ય સેતુ એપ વિકસાવી છે. તેની વધારે પડતા લોકોને જાણકારી આપો. આરોગ્ય સેતુ મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને ઓછામાં ઓછા ૪૦ લોકોના મોબાઈલમાં તેને ડાઉનલોડ કરાવો. જેથી તેમને બધા જ પ્રકારની જાણકારી મળી રહે.

૫. પ્રધાનમંત્રી રાહત કોષમાં મદદ કરો : મહામારીની વિરુદ્ધ આ યુદ્ધ માનવતા માટે છે. યુદ્ધના સમયે દેશના લોકો માટે આપણે દાન કરીએ છીએ. હાલના સમયે લાખો લોકો પીએમ કેર્સ ફન્ડમાં દાન કરે છે. પ્રત્યેક કાર્યકર્તાએ પોતે પણ સહયોગ કરવો જોઈએ અને બીજેપીના ૪૦ સાથીઓને પણ સહયોગ કરવા માટે પ્રેરિત કરવા જોઈએ

Leave a Response

error: Content is protected !!