Corona Update

PM મોદીએ કોરોનાને લઈને બેદરકારી રાખવા પ્રત્યે ખેંચ્યા કાન, કહ્યુ ફરજીયાત નિયમ પાળો બાકી…

1.26Kviews

અત્યાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરી રહ્યા છે. તેઓ હાલ કોરોના મહામારી મુદ્દે વાત કરી રહ્યા છે. તેમણે પોતોના સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, કોરોનાના સંકટકાળમાં ભારતની સ્થિતિ ખૂબ સારી છે, પરંતુ આજ જ્યારે આપણે વધુ સતર્ક રહેવાની જરૂર છે, ત્યારે લાપરવાહી વધારી બહુ જ ચિંતાની વાત છે. હવે આપણે અનલોક-2માં પ્રવેશ કરી રહ્યા છીએ.

  • અનલોક 1 માં લાપરવાહી વધતી જાય છે. આ ચિંતાનું કારણ છે.
  • લોકડાઉનમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.
  • હવે સરકાર અને નાગરિકોને ફરી સતર્કતા બતાવવાની જરૂર છે.
  • સ્થાનિક સત્તાધીશોને વધપ કડક થવાની જરૂર છે.
  • કન્ટેઈનમેન્ટ ઝોનમાં ખાસ ધ્યાન આપવાની જરૂર છે.
  • આ 130 કરોડ લોકોના જીવનો સવાલ છે.
  • ભારતમાં દેશનો પ્રધાનમંત્રી હોય કે ગામડાનો પ્રધાન કોઈપણ નિયમોની ઉપર નથી.
  • આ સમયે જેઓ લાપરવાહી રાખી રહ્યા છે, તેઓ સમજતા નથી કે તેઓ કોરોના સામેની લડાઇને નબળી પાડી રહ્યા છિએ.
  • આવા લોકોને લાપરવાહી રાખતા રોકવા પડશે અને નિયમોનું પાલન કરવું પડશે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામારી સામે લડતા લડતા આપણે અનલોક-2માં પ્રવેશ કરી રહ્યા છીએ અને આપણે એવી ઋતુમાં પ્રવેશ કરી રહ્યા છે, જેમાં તાવ-શરદી-ખાંસીના કેસો વધે છે. જો કોરોનાથી થનારા મૃત્યુદરને જોઇએ તો દુનિયાના અનેક દેશોની સરખામણીમાં ભારતની સ્થિતિ કંટ્રોલમાં છે. સમય પર કરાયેલા લોકડાઉન અને અન્ય નિર્ણયોએ ભારતના લાખો લોકોનો જીવ બચાવ્યો છે.

Leave a Response

error: Content is protected !!