રાજનીતિ

PM મોદીના હસ્તે થઈ શકે રામ મંદિર નિર્માણનું ભૂમિ પુજન, તૈયારીઓ શરૂ કરવામાં આવી

292views

શ્રાવણમાં રામમંદિર નિર્માણના ભૂમિપૂજનની તૈયારી

શ્રીરામ જન્મભૂમિ તિર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને લેખિત નિમંત્રણ પાઠવ્યું : વડાપ્રધાનના હસ્તે થઇ શકે છે ભૂમિપૂજન

વર્ષોથી દેશભરમાં જેમની પ્રતિક્ષા થઇ રહી છે તે રામમંદિરના નિર્માણ કાર્યના પ્રારંભ થવા જઇ રહ્યા છે. ઐતિહાસિક બની રહે તેવા ભૂમિપૂજન માટે પવિત્ર શ્રાવણ માસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કે તેમની ઉપસ્થિતિમાં વિધિ થાય તેવા ચક્રો ગતિમાન થયા છે. રામમંદિર નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત ગોપાલદાસે વડાપ્રધાન મોદીજીને લેખિત પત્ર પાઠવી આમંત્રણ પાઠવ્યું છે.

વર્ષોથી જેનો ઇન્તજાર હતો તે રામલલ્લા મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ શ્રાવણ માસના પાવન દિવસોથી થશે. એક તરફ ટ્રસ્ટના મહાસચિવ શ્રી ચંપતરાય તથા અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસે વડાપ્રધાનને લેખિત પત્ર પાઠવી દીધો છે ત્યારે બીજી તરફ રામજન્મ ભૂમિ પરિસરમાં મંદિર નિર્માણની તૈયારીઓ માટે એલ એન્ડ ટી કંપનીના ૧૧ અધિકારીઓ અયોધ્યા પહોંચી ચૂકયા છે. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસના ઉત્તરાધીકારી મહંત કમલનયને આપેલા ઇશારા મુજબ ૫ ઓગષ્ટ સુધી પવિત્ર શ્રાવણ માસ છે ત્યારે આ સમય દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ભૂમિપૂજનની આધારશિલા મૂકીને નિર્માણ કાર્યનો પ્રારંભ થઇ શકે છે.

દરમિયાન એક ચર્ચા એવી પણ છે કે વર્તમાન પરિસ્થિતિને લઇને કદાચ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વીડિયો કોન્ફરન્સીંગથી પણ ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાગ લઇ શકે છે.

રામમંદિર નિર્માણ માટેની તૈયારીઓ જોરશોરથી પ્રારંભ થઇ ગઇ છે. કાર્યશાળામાં રાખવામાં આવેલ નિર્માણ માટેની આધારશિલાઓ અને વિશાળ પત્થરોની સાફ-સફાઇ કામગીરી દિલ્હીની કેએલએ કંપનીના કર્મચારીઓ કામે લાગી ગયા છે. એલ.એન્ડ ટી.ના ઉચ્ચ અધિકારીઓ પણ નિર્માણ કામગીરી માટે અયોધ્યા પહોંચી ગયા છે.

Leave a Response

error: Content is protected !!