વિકાસની વાત

આજથી મોદી નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતના પ્રવાસે, કેરળમાં PM મોદીને 112 કિલો કમળથી જોખ્યા

149views

બીજી વાર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમવાર દક્ષિણ ભારતના પ્રવાસે છે. દક્ષિણમાં વડાપ્રધાન મોદી કેરળના પ્રવાસે છે. મોદી શુક્રવારે રાત્રે જ કોચી પહોચ્યા હતા. ત્યારબાદ આજે થ્રીશુરમાં પ્રાચીન ગુરુવાયુર મંદિર પહોંચ્યા અને પારંપરિક વસ્ત્રોમાં વિશેષ પૂજા કરી. અહી મોદીની કમળતુલા પણ કરવામાં આવી. વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે પણ આ મંદિરમાં પૂજા કરી ચુક્યા છે.

પાંચ હાજર વર્ષ જુનું છે ગુરુવાયુર મંદિર

કેરળના થ્રીશુર જિલ્લામાં આવેલું ગુરુવાયુર મંદિર પાંચ હાજર વર્ષ જુનું છે. પૌરાણિક માન્યતા પ્રમાણે બૃહસ્પતિએ આ મંદિરનું નિર્માણ કર્યું હતું. આ મંદિરના ગર્ભગૃહમાં શ્રીકૃષ્ણની પ્રતિમાં છે. હિન્દૂ પૂજા માટે મહત્વનું સ્થાન હોવાથી આ મંદિરને કેરળનું દ્વારકા પણ કહેવામાં આવે છે. આ મંદિરમાં બિનહિન્દૂ માટે પ્રવેશ નિષેધ છે. વડાપ્રધાન મોદીએ આ મંદિરના ગર્ભગૃહમાં વિશેષ પૂજા કરી અને આશીર્વાદ લીધા.

વડાપ્રધાન મોદીની કમળતુલા થઇ

કેરળના ગુરુવાયુર મંદિરમાં વિશેષ પૂજા કર્યા બાદ મંદિર દ્વારા વડાપ્રધાન મોદીની કમળતુલા કરવામાં આવી. અહી 112 કિલો કમળ દ્વારા વડાપ્રધાન મોદીને તોલવામાં આવ્યાં.

Leave a Response

error: Content is protected !!