રાજનીતિ

ઓસ્ટ્રેલિયાના PM અને PM મોદી વચ્ચે સમિટ, વાંચો મોદીએ પ્રથમ દ્વિ-પક્ષીય વાતચીતમાં શું કહ્યુ ?

622views
  • ઓસ્ટ્રેલિયાના PM મોરિસને કહ્યું કે ક્યારેક રૂબરૂ મળીશું તો ગુજરાતી ખીચડીનો સ્વાદ માણીશું
  • મોરિસન જાન્યુઆરી અને મે મહિનામાં ભારત આવનાર હતા, પરંતુ ઘણા કારણોસર તેમનો પ્રવાસ રદ્દ થયો
  • પ્રધાનમંત્રી મોદી પ્રથમવાર કોઈ વિદેશી નેતા સાથે દ્વિપક્ષી વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન આજે (ગુરુવારે) વર્ચ્યુઅલ બેઠક કરી હતી. આ સમિટ દરમિયાન બન્ને નેતા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના દ્વિપક્ષી સંબંધો મજબૂત કરવાને લઈને વાતચીત કરી હતી. જેમા પ્રધાનમંત્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીના વખાણ કરતા કહ્યું કે તમે જે રીતે ભારતીય સમુદાય અને વિદ્યાર્થીઓનું કોરોના મહામારી વચ્ચે ધ્યાન રાખ્યું તેના માટે હું આભારી છું. સામે પક્ષે ઓસ્ટ્રેલિયાના PM મોરિસને કહ્યું કે આપણે રૂબરૂ મળીશું તો ગળે જરૂર મળીશું અને ગુજરાતી ખીચડીનો સ્વાદ માણીશું.  

PM મોદીએ શું કહ્યું
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમારા નાગરિકોની અપેક્ષાઓ વધી ગઈ છે. લોકશાહી દેશ હોવાના કારણે આપણી ફરજ છે કે આપણે આ અપેક્ષાઓને પૂરી કરીએ. આજે જ્યારે અલગ-અલગ રીતે લોકશાહીના મૂલ્યોને નબળા બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે આપણે અરસ-પરસના સંબંધો વધારીને તેને મજબૂત કરી શકીએ તેમ છીએ. બન્ને દેશો વચ્ચે સતત ઉચ્ચ કક્ષાની વાતચીત થઈ રહી છે.  એ નહીં કહું કે હું અરસ-પરસના સંબંધોની વિકાસની ગિતીથી હું સંતુષ્ટ છું.  જો અમારી સાથેનો લીડર મિત્ર રાષ્ટ્રની આગેવાની કરી રહ્યો હોય તો આપણા સંબંધોના વિકાસની ગતિ ઝડપી બનવી જોઈએ. વિશ્વને કોરોના મહામારીમાંથી નિકળવા માટે એક કોર્ડિનેટિવ એપ્રોચની જરૂર છે. ભારતે આને અવરસ માન્યો છે. મોટા પાયે રિફોર્મની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. થોડા સમયમાં જ તેના પરીણામો દેખાશે. આવા સમયે તમે ભારતીય સમુદાય અને વિદ્યાર્થીઓનું ધ્યાન રાખ્યું તે માટે હું આભારી છું.

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી આ વર્ષે જાન્યુઆરી અને મે મહિનામાં ભારત આવનાર હતા. પરંતુ જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ લાગવાના કારણે અને મે મહિનામા કોરોનાના કારણે ન આવી શક્યા. હવે બન્ને નેતાઓ વચ્ચે વર્ચ્યુઅલ સમિટ કરવાની સહમતિ બની હતી. આવું પ્રથમવાર બન્યુ છે જ્યારે પ્રધાનમંત્રી મોદી કોઈ વિદેશી નેતા સાથે દ્વિપક્ષી વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો હોય.  આ ઓસ્ટ્રેલિાય સાથે આપણા મજબૂત સંબંધોને દર્શાવે છે.

બન્ને નેતા છેલ્લા દોઢ વર્ષમાં ચાર વાર મળ્યા

બન્ને નેતા છેલ્લા દોઢ વર્ષમાં ચાર વાર મળ્યા છે. નવેમ્બર 2018માં સિંગાપોરમાં ઈસ્ટ એશિયા સમિટમાં, 2019માં ઓસાકામાં G-20માં, ઓગસ્ટ 2019માં બિયારિત્ઝમાં G-7 સમિટમાં અને નવેમ્બર 2019માં બેંકોકમાં પૂર્વ એશિયા શિખર સંમેલનમાં મળ્યા હતા.

મોરિસને મોદી સાથે સમોસા શેર કરવાની વાત કહી હતી
તાજેતરમાં જ મોરિસને સમોસા સાથે પોતાનો ફોટો ટ્વિટ કરી કહ્યુ હતું કે મે તેને કેરીની ચટણી સાથે તૈયાર કર્યા છે. આ શાકાહરી છે. આ સપ્તાહમાં પ્રધાનમંત્રી મોદી સાથે વીડિયો લિંક દ્વારા બેઠક કરીશ. જો આવું ન થયું હોત તો હું તેમની સાથે આ શેર કરવાનું પસંદ કરત. ટ્વિટમાં તેમણે મોદીને પણ ટેગ કર્યા હતા.

મોદી 2014માં ઓસ્ટ્રેલિયા ગયા હતા
છેલ્લા પાંચ વર્ષમાં બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષી સંબંધો મજબૂત બન્યા છે. સપ્ટેમ્બર 2014માં ઓસ્ટ્રેલિયાના તત્કાલિન પ્રધાનમંત્રી ટોની એબોટે ભારતનો પ્રવાસ કર્યો હતો. નવેમ્બર 2014માં મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા હતા. ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચે રક્ષા સહયોગના ફ્રેમવર્ક ઉપર નવેમ્બર 2014માં હસ્તાક્ષર થયા. આ દરમિયાન બન્ને દેશો વચ્ચે વિદેશ, રક્ષા અને સુરક્ષાની નિતિઓની અદલા-બદલીનો આધાર તૈયાર થયો.

Leave a Response

error: Content is protected !!