વિકાસની વાત

સાંસદ તરીકે વડાપ્રધાન મોદીએ શપથ લીધા, મોદી મોદીના નારાથી ગુંજી ઉઠ્યું લોકસભા સદન

129views

 

આજે 17 મી  લોકસભાનું પ્રથમ સત્ર પ્રોટેમ સ્પીકર ડો.વીરેન્દ્રકુમારની અધ્યક્ષતામાં શરૂ થયું. લોકસભા સત્ર શરૂ થયા પહેલાં માનનીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં ડો. વીરેન્દ્રકુમારને પ્રોટેમ સ્પીકર તરીકેનાં શપથ લેવડાવ્યા. પ્રોટેમ સ્પીકર તરીકે ડો.વિરેન્દ્રનાથ 17 અને 18 જૂને 17મી લોકસભાના સાંસદોને સાંસદપદના શપથ લેવડાવશે. પ્રોટેમ સ્પીકર ડો.વીરેન્દ્રકુમારની અધ્યક્ષતામાં આજે શરૂ થયેલાં સત્રમાં સૌપ્રથમ  રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું અને ત્યારબાદ બે મિનીટનું મૌન રાખવામાં આવ્યું.

 

ત્યારબાદ સૌ પ્રથમ વડાપ્રધાન મોદીએ સાંસદ તરીકેના શપથ લીધા. વડાપ્રધાન મોદીએ સાંસદપદનાં શપથ લીધા ત્યારે મોદી મોદીના નારાઓથી લોકસભા સદન ગુંજી ઉઠ્યું. જૂઓ આ વિડીયો. (સ્રોત : રાજ્યસભા ટીવી)

[youtube https://www.youtube.com/watch?v=F3sieHK3mBg]

પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ બાદ 50 વર્ષ પછી દેશનાં ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે જયારે કોઈ વડાપ્રધાને સતત બે વાર ચૂંટાઈ આવી લોકસભા સાંસદ તરીકેનાં શપથ લીધા હોય. વડાપ્રધાન મોદી બાદ  ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ બાદ ક્રમશ: કેબીનેટ પ્રધાનોએ સાંસદપદનાં શપથ લીધા.

 

Leave a Response

error: Content is protected !!