રાજનીતિ

પશ્વિમ બંગાળમાં તબાહી જોઈને PM મોદીએ કહ્યુ દરેક પરિસ્થિતિમાં બંગાળની સાથે

267views

160 થી 180 કિલોમીટરના પ્રતિ કલાકની ઝડપથી અમ્ફાન તોફાને પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં મોટી તબાહી મચાવી છે. પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાથી 10 થી 12 લોકોના મોતના સમાચાર છે. કોલકત્તાના કેટલાંય વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. તોફાનની અસર કોલકત્તા એરપોર્ટ પર ભયંકર દેખાઇ રહી છે. અહીં ચારેયબાજુ પાણી ભરાઇ ગયા છે.6 કલાકના તોફાન અમ્ફાનના ઝડપી ફૂંકાયેલા પવને કોલકત્તા એરપોર્ટને ક્ષતિગ્રસ્ત કરી દીધા. જ્યાં જુઓ ત્યાં ચારેયબાજુ પાણી ભરાઇ ગયા છે. આવી પરિસ્થિતિમાં પીએમ મોદીએ દરેક રીતે પશ્ચિમ બંગાળની સાથે છીએ તેવું કહ્યુ હતું.

Leave a Response

error: Content is protected !!