વિકાસની વાત

‘વાયુ’ વાવાઝોડું ત્રાટકે તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી ટ્વિટ, રાજ્ય પર છે ચાંપતી નજર

127views

ગુજરાત પર અત્યારે સંકટના વાદળો છવાઈ રહ્યાં છે અરબી સમુદ્ર તરફથી વાવાઝોડા વાયુની અસર રાજ્યમાં જોવા મળી રહી છે. અનેક દરિયાકાંઠા વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને પવન ફૂંકાય રહ્યો છે. ગુજરાતનાં વેરાવળ, પોરબંદર અને કચ્છના દરિયાઈ વિસ્તારોને વાયુ વાવાઝોડુ ધમરોળશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આવતીકાલે બપોરે વાયુ વાવાઝોડું ત્રાટકશે. જેને લઈને NDRF અને બીજી એજન્સીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે જેને લઈને પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે. અને કેન્દ્ર સરકાર પણ ગુજરાતની સ્થિતિ પર નજર રાખી રહી છે.

પીએમ મોદીએ કરી ટ્વીટ

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે કેન્દ્ર સરકાર વાયુ વાવાઝોડાના કારણે ગુજરાત અને ભારતના અન્ય વિસ્તારોમાં ઉભી થયેલી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે હું રાજ્ય સરકારોની સાથે સતત સંપર્કમાં છું. NDRF અને બીજી એજન્સીઓ ખડેપગે જરૂરી મદદ પૂરી પાડી રહી છે.

બીજી ટ્વીટમાં પીએમ મોદીએ લખ્યું કે વાવાઝોડા વાયુથી લોકોની સુરક્ષા અને ભલાઈ માટે પ્રાર્થના કરું છું. સરકાર તથા સ્થાનિક એજન્સીઓ પળેપળના અહેવાલ આપી રહી છે.

કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા ગુજરાત સરકારે તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે. સેનાની ત્રણેય પાંખોને સજ્જ રખાઈ છે. તો એનડીઆરએફ 51 ટુકડીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. એસડીઆરએફને પણ તૈનાત કરાઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કોસ્ટગાર્ડ, તેમજ સ્થાનિક તંત્ર પણ ખડેપગે છે.

Leave a Response

error: Content is protected !!