રાજનીતિ

83 દિવસ પછી PM મોદીનો પહેલો પ્રવાસ,કોલકત્તા પહોંચ્યા ત્યારના દ્રશ્યો જુઓ

1.76Kviews

બંગાળની ખાડીમાંથી આવેલું આ સદીનું સૌથી તાકાતવાર વાવાઝોડું અમ્ફાન પશ્ચિમ બંગાળ-ઓરિસ્સામાં વિનાશ કરીને બાંગ્લાદેશ તરફ આગળ વધી ગયું છે. તેના કારણે આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં શુક્રવારે ભારે વરસાદ રહેવાની શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં મૃતકોની સંખ્યા 76 થઈ ગઈ છે. તેમાંથી 19 લોકોના મોત તો કોલકાતામાં જ થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી કોલકાતા પહોંચી ગયા છે. તેઓ બંગાળ-ઓરિસ્સામાં એરિયલ સર્વે કરીને નુકસાનની માહિતી મેળવશે. તેઓ 83 દિવસ પછી દિલ્હીની બહાર નીકળ્યા છે. આ પહેલાં તેઓ 29 ફેબ્રુઆરીએ પ્રયાગરાજ અને ચિત્રકૂટની મુલાકાતે ગયા હતા.

Leave a Response

error: Content is protected !!