Corona Update

બ્રાઝિલના રાષ્ટ્રપતિએ PM મોદીને કહ્યા સાક્ષાત હનુમાનજી, કહ્યુ સંજીવની જડીબુટ્ટી આપીને ભારતે અમને કરી મોટી મદદ

1.81Kviews

પીએમ મોદીહવે માત્ર ભારતના જ નહિ વિશ્વના નેતા બન્યા છે. ભારતની કોરોના વિરુદ્ધની લડાઈ જોઈને વિશ્વ આરોગ્ય સંસ્થા સહિતના મોટા નેતાઓ ભારતની વાહ વાહી કરતા થાકતા નથી.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલસોનારોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર પણ લખ્યો છે, જેમાં તેમણે કરેલી મદદની સરખામણી રામાયણમાં હનુમાન દ્વારા લાવવામાં આવેલી સંજીવની જડીબુટ્ટી સાથે કરી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પણ હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો જથ્થો પુરી પાડતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહાન નેતા ગણાવ્યા બાદ હવે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને હનુમાનજીનું બિરુદ આપ્યું. તેની પાછળનું કારણ છે કે ભારતે દવા પહોંચાડવામાં બ્રાઝિલને પણ મદદ કરી છે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિએ સાત એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોરોના વાયરસ મામલે પત્ર લખ્યો છે, જેમાં તેમણે બ્રાઝિલ-ભારતની મિત્રતાનો ઉલ્લેખ કર્યો છે. પત્રમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, સંકટના આ સમયમાં જે રીતે ભારતે બ્રાઝિલની મદદ કરી છે તે બિલકુલ એવું છે જેવુ રામાયણમાં હનુમાનજીએ રામના ભાઈ લક્ષ્મણનો જીવ બચાવવા માટે સંજીવની જડીબુટ્ટી લાવીને કર્યું હતું. તેમણે કહ્યું છે કે, જે રીતે હનુમાનજીએ સંજીવની જડીબુટ્ટી લાવીને ભગવાન રામના ભાઈ લક્ષ્મણના પ્રાણ બચાવ્યા હતાં તેવી જ રીતે ભારત તરફથી મોકલવામાં આવેલી આ દવાની સપ્લાયથી અનેક લોકોના જીવ બચી જશે.

તો વધુમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિએ આ દવાની સપ્લાય ચાલુ જ રાખવાની આજીજી કરી છે. અમેરિકા સહિતના દુનિયા ભરના દેશો ભારત પાસે દવાની માંગણી કરી રહ્યા છે. બ્રઝિલના રાષ્ટ્રપતિએ પોતાના પત્રમાં લખ્યું છે કે, તેમના દેશમાં બે લેબોરેટરી છે જે કોરોના વાયરસની વેક્સીન બનાવી રહી છે, પરંતુ તેની સપ્લાઈ સંપૂર્ણ રીતે ભારત પર નિર્ભર છે. જેથી આ સમયમાં ભારતથી સત્તત સપ્લાય આવતી રહે તેવી અમને આશા છે.

 

Leave a Response

error: Content is protected !!