રાજનીતિ

રોકાણકાર અને મોટા ઉદ્યોગકારો માટે PM મોદીએ આપ્યું મોટું નિવેદન, શું કહ્યું વાંચો અહીં

128views

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થાઇલેન્ડના ત્રણ દિવસીય મુલાકાતે છે. જ્યા પીએમ મોદીએ એક સભા સંબોધતા રોકાણકારોને કહ્યું કે, ભારત પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ભારત પાસે હવે વ્યવસાયની દ્રષ્ટિએ ઘણી તકો અને સુવિધાઓ છે. માટે જ હવે ભારતમાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય છે.

વડા પ્રધાને રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરતા કહ્યું કે, ભારત હવે રોકાણ માટે વિશ્વની સૌથી આકર્ષક અર્થવ્યવસ્થામાંની એક છે. ભારતમાં વેપાર કરવો હવે પહેલા કરતા વધારે સુરળ છે. માટે જ ભારતમાં રોકાણ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે. અને હવે સરકાર દ્વારા પણ ભારતમાં કરદાતાઓના યોગદાનની પ્રશંસા કરવામાં આવી રહી છે. એક ક્ષેત્ર જ્યાં ભારતે મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે તે છે કર વિભાગ.

આમ નરેન્દ્રમોદી ભારતમાં વધુ દેશો રોકાણ કરે એવા સતત પ્રયત્નો કરી રહ્યા છે જેથી સાફ સાફ લાગી રહ્યું છે કે નરેન્દ્ર મોદીના પ્રિતિનિધિત્વમાં દેશ જરૂરથી નવા આયામો સ્થાપિત કરી દુનિયામાં ડંકો મારવાની તૈયારીમાં છે.

Leave a Response

error: Content is protected !!