રાજનીતિ

કોબેમાં ભારતીય સમુદાયને વડાપ્રધાન મોદીનું સંબોધન, કારથી લઇ ટ્રેન સુધી, નવી ઉંચાઈ પર ભારત-જાપાનના સંબંધો

105views

વડાપ્રધાન મોદી G-20 સંમેલન માટે જાપાનનાં ત્રણ દિવસના પ્રવાસે છે. જાપાનના ઓકાસામાં 28-29 જૂને G-20 સંમેલન યોજાશે જેમાં વિશ્વનાં 20 પ્રગતિશીલ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આજે વડાપ્રધાન મોદીએ જાપાનનાં વડાપ્રધાન શિન્જો આબે સાથે બેઠક કરી. ત્યારબાદ કોબેમાં ભારતીસ સમુદાયને સંબોધન કર્યું. વડાપ્રધાનના આ સંબોધનમાં ભારત અને જાપાનનાં સંબંધોનો પરિચય મળે છે. આવો જાણીએ વડાપ્રધાને મોદીએ ભારતીય સમુદાયને કરેલ સંબોધનની મહત્વની વાતો.

લોકોએ કહ્યું, “ભારત માં કા શેર આયા”

કોબેમાં વડાપ્રધાન મોદી ભારતીય સમુદાયને સંબોધન કરવાં પહોંચ્યા ત્યારે ત્યાં હાજર સૌએ વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. લોકોએ ભારત માતા કી જય અને વંદે માતરમનાં નારા લગાવ્યાં. અને સાથે જ “દેખો દેખો કૌન આયા … ભારત માં કા શેર આયા” ના નારા લગાવ્યાં અને વડાપ્રધાન મોદીનું ખુબ ઉત્સાહ સાથે સ્વાગત કર્યું.

ત્રણ દાયકાઓ બાદ બીજી વાર પૂર્ણ બહુમત વાળી સરકાર બની

વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશમાં 3 દાયકાઓ બાદ પહેલી વખત સતત બીજી વાર પૂર્ણ બહુમતવાળી સરકાર બની છે. ભારત જેવાં વિશાળ દેશમાં આ સ્થિતિ સામાન્ય નથી. 1984માં પણ સતત બીજી વખત એક પાર્ટીની બીજી વખત સરકાર બની હતી. તે સમયે શું પરિસ્થિતિ હતી તે આપ જાણો છો અને કારણ પણ. લોકો વોટ કેમ આપવા ગયા હતા, તે પણ તમને ખબર છે. 1971 પછી દેશમાં પહેલી વખત સરકારને એક પછી એક એમ બે વાર પૂર્ણ જનાદેશ આપ્યો છે. ભારતના મનને તમે જાપાનમાં બેસી સમજી શકો છો , અનુભવી શકો છો. તેમની આશાઓ અને તમારી આશાઓમાં કોઈ અંતર અનુભવતો નથી.

જાપાન સાથે ભારતનો દાયકાઓ જૂનો સંબંધ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને જાપાનના સંબંધો દાયકા જૂના છે. જયારે દુનિયામાં ભારતના સંબંધની વાત આવે છે ત્યારે તેમાં જાપાનનું સ્થાન પ્રથમ ગણવામાં આવે છે. ભારત અને જાપાનનાં મૂળમાં આત્મીયતા, સદ્ભાવના છે અને સાથે જ એક બીજાની સંસ્કૃતિ અને સભ્યતા માટે સન્માન છે.વડાપ્રધાને કહ્યું કે ભારત-જાપાનનાં બોલચાલનાં સૂત્રો પણ એક બીજાને જોડે છે. ભારતમાં જેને ધ્યાન કહેવામાં આવે છે એને જાપાનમાં ઝેન કહેવાય છે. સેવા ભારત અને જાપાનમાં સમાન રીતે બોલાય છે.

ભારત-જાપાનની સંસ્કૃતિમાં સમાનતા

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને જાપાનની સંસ્કૃતિમાં ઘણી બધી સમાનતા છે. વડાપ્રધાને કહ્યું કે આગામી મહિને ક્યોટોમાં ગિયોન તહેવાર આવવાનો છે. જેમાં જે રથનો ઉપયોગ થાય છે તેની સજાવટ ભારતીય રેશમના દોરાથી થાય છે. આ પરંપરા આજની નથી, અગણિત વર્ષથી ચાલી આવે છે. 7 ગોડ્સ ઓફ ફોર્ચ્યૂન છે જેમાંથી 4નો ભારત સાથે સંબંધ છે. માં સરસ્વતી, માં લક્ષ્મી, ભગવાન કુબેર અને મહાકાલની જાપાનમાં ભગવાન તરીકે માન્યતા છે.

અટલજીએ શરૂ કરેલી મિત્રતા મજબૂત કરવાનો મોકો મળ્યો

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા. એમણે કહ્યું કે બે દાયકા પહેલાં પૂર્વ વડાપ્રધાન અટલજીએ તત્કાલીન જાપાનનાં વડાપ્રધાન યોશીરો મોરી સાથે મળીને ભારત-જાપાનનાં સંબંધોને વિશ્વ કક્ષાએ લઇ ગયા. 2014માં વડાપ્રધાન બનતા આ સંબંધને વધારે મજબૂરટ કરવાનો મોકો મળ્યો. અમે અમારા સંબંધોને સીધા જ જનતાની વચ્ચે લઈ ગયા. દિલ્હી ઉપરાંત અમદાવાદ અને વારાણસીમાં આબેને લઈ જવાનું સૌભાગ્યા મળ્યું. કાશીમાં આબે ગંગા આરતીમાં પણ સામેલ થયા. તેમને જ્યારે પણ જ્યાં બોલવાની તક મળી તે સમયે તેઓએ આરતીમાં જે અનુભવ થયો હતો તેનો ઉલ્લેખ દરેક પ્રસંગે કર્યો.

કારથી લઇ ટ્રેન સુધી, નવી ઉંચાઈ પર ભારત-જાપાનના સંબંધો

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતના આર્થિક વિકાસમાં જાપાનનું ઘણું મોટું યોગદાન છે. એક સમય હતો, જ્યારે અમે કાર બનાવવામાં સહયોગ કરી રહ્યાં હતા અને આજે જાપાન ભારતમાં  બુલેટ ટ્રેન બનાવવામાં સહયોગ કરી રહ્યું છે.આજે  ભારતનું કોઈ એવું ક્ષેત્ર નથી જ્યાં જાપાનના પ્રોજેક્ટ અને ઈન્વેસ્ટમેન્ટે પોતાની છાપ ન છોડી હોય. તો અહી જાપાનમાં ભારતના ટેલેન્ટ અને મેનપાવર જાપાનની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં યોગદાન આપે છે. આ રીતે કારથી લઈને ટ્રેન સુધી ભારત-જાપાનનાં સંબંધો નવી ઉંચાઈએ પહોચ્યા છે.

[youtube https://www.youtube.com/watch?v=Km63YDIu4u8]

Leave a Response

error: Content is protected !!