રાજનીતિ

કટોકટીના કાળા દિવસે લોકસભામાં ગર્જ્યા મોદી, જાણો વડાપ્રધાન મોદીના ભાષણની ખાસ વાતો

146views

લોકસભા અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંતર્ગત ચર્ચા ચાલી રહી છે. આજે વડપ્રધાન મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંતર્ગત વડાપ્રધાન મોદીએ સદનમાં પોતાની વાત રજૂ કરી. યોગાનુયોગ આજે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા બચાવવા દેશ પર લગાવેલ કટોકટીની વર્ષગાંઠ હતી. કટોકટીનાં આ કાળા દિવસ પર વડાપ્રધાન મોદીએ કટોકટી સહિતનાં અનેક મુદ્દે કોંગ્રેસને આડેહાથ લીધી. વાંચો વડાપ્રધાન મોદીના ભાષણની ખાસ વાતો

દાયકાઓ બાદ મજબૂત જનાદેશ

વડાપ્રધાને કહ્યું કે દેશમાં દાયકાઓ બાદ દેશની જનતાએ મજબૂત જનાદેશ આપી એક મજબૂત સરકાર આપી છે. દેશની જનતાએ એક સરકારને બીજી વાર લાવી પહેલાં કરતા વધારે મજબૂત જનાદેશ આપ્યો છે. દેશની જનતાએ ફરી એક વાર દેશની જનતાની સેવા કરવાં આમને બેસાડ્યા છે.  આ માત્ર હાર જીત કે આંકડાઓનો સવાલ નથી, પણ પાંચ વર્ષ સુધી જનતા માટે જ નિર્ણયો લીધા એનું આ પરિણામ છે. અમારી સરકાર ગરીબોને સમર્પિત છે અને માટે જનતાએ અમારા કામ પ્રત્યે વિશ્વાસ મૂકી અમને મત આપ્યાં છે.

70 વર્ષની બીમારી દૂર કરવાની દિશામાં સરકારનાં પગલાઓ

વડાપ્રધાને કહ્યું કે આપણે જાણે અજાણ્યે 70 વર્ષમાં એવી સરકારને ચૂટતા આવ્યાં અને એવા વાતાવરણમાં જીવ્યા કે સામાન્ય માનવીએ પોતાના હક માટે લડવું પડ્યું, જુઝ્વું પડ્યું. આ 70 વર્ષની બીમારી પાંચ વર્ષમાં દુર કરવાં સરકારે ઘણાં મહત્વપૂર્ણ નિર્ણયો લીધા અને આગળ પણ આ દિશામાં જ સરકાર પગલા લઇ રહી છે. 70 વર્ષની બીમારી દુર કરવાં સરકાર સામે ઘણી મુશ્કેલીઓ આવી રહી છે પણ સરકારે આ દિશા બદલી નથી.

તમારી ઉંચાઈ તમને મુબારક, અમે કોઈની લીટી ટૂંકી નથી કરતા

કોંગ્રેસનાં નેતાઓ કહે છે અમારી ઉંચાઈ તમે ટૂંકી નહી કરી શકો.  વડાપ્રધાન મોદીએ આ મુદ્દાને લઈને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે તમારી ઉંચાઈ તમને મુબારક. તમારી ઉંચાઈ એટલી વધી ગઈ છે કે તમે જમીનથી ઉખડી ગયા છો, જમીન પરના સામાન્ય માનવી તમને દેખાતા નથી. અમે એ લોકોમાંથી છીએ જે પોતાની લીટી લાંબી કરીએ છીએ, અન્યની લીટી ટૂંકી કરતા નથી.

કોંગ્રેસે આજ સુધી અન્યનો સ્વીકાર જ નથી કર્યો

વડાપ્રધાને કહ્યું કે દેશનાં વિકાસમાં અત્યાર સુધીની તમામ સરકારોનું યોગદાન રહ્યું છે પણ કોંગ્રેસે આજ સુધી બિનકોંગ્રેસી સરકારનો સ્વીકાર જ નથી કર્યો. કોંગ્રેસે પૂર્વ વડાપ્રધાન અટલજીનાં સારા કાર્યોનાં ક્યારેય વખાણ નથી કર્યા. ત્યાં સુધી કે આ લોકસભા સત્રમાં કોંગ્રેસનાં કોઈ નેતાએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું પણ નામ નથી લીધું. કોંગ્રેસમાં માત્ર એક જ પરિવારને ભારત રત્ન મળ્યા છે. શા માટે કોંગ્રેસ સરકારમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને કે અન્ય પૂર્વ વડાપ્રધાનને ભારત રત્ન ન આપ્યો?

કટોકટીનાં કાળા ડાઘ કોંગ્રેસ પરથી ક્યારેય નહી ભૂસાય

વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસની સરકારોએ ઘણાં કામો કર્યા એ ગણાવાયા પણ કટોકટી કોંગ્રેસે જ લાદી હતી એ કેમ ણ ગણાવાયુ ? સત્તા બચાવવા ન્યાયપ્રણાલીનો અનાદર કરી ઇન્દિરા ગાંધીએ 25 જૂન 1975 ની રાત્રે લોકતંત્રની આત્માને કચડી નાખી. લોકતંત્ર અંક લોકોની આત્મા છે. કટોકટીમાં અનેક મહાપુરુષોને જેલમાં નાખી દેવાયા. સમાચાર માધ્યમો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ફક્ત એટલા માટે કે કોઈની સત્તા ન ચાલી જાય ? કટોકટી ન્યાયપ્રણાલીનાં અનાદરનું સૌથી મોટું ઉદાહરણ છે. કટોકટીનું પાપ કરવામાં કોંગ્રેસની સાથે જેટલા ભાગીદાર હતાં એમના માથેથી કટોકટીનાં કાળા ડાઘ ક્યારેય જવાના નથી.

જે જામીન પર બહાર છે એ આનંદ માણે, અમે કોઈને અંદર નથી નાખી દેતા

લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીનાં નિવેદનનો જવાબ આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે લોકતંત્રમાં માનનારા છીએ, આ કોઈ કટોકટી નથી કે અમે કોઇપણને જેલમાં નાખી દઈએ. કોઈને જેલમાં નાખવાનું કામ ન્યાયપ્રણાલીનું છે અને અમે એને માનનારા છીએ. જે લોકો જામીન પર છે એ આનંદ માણે. અમે બદલો લેવાની ભાવનાથી કામ નથી કરતા.

મેક ઇન ઇન્ડિયાની મજાક ઉડાવી ઉંઘ સારી આવશે પણ દેશનું સારું નહી થાય

વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકારના મેક ઇન ઇન્ડિયા અભિયાનની  વિરોધીઓ  મજાક ઉડાવતા હતાં. મેક ઇન ઇન્ડિયાની મજાક ઉડાવી વિપક્ષીઓને ઉંઘ સારી આવશે, પણ એનાથી દેશનું સારું નહી થાય. મેક ઇન ઇન્ડિયાનો સિદ્ધાંત પહેલાં ન સ્વીકાર્યો એટલે ભારત આજ સુધી જરૂરિયાતની વસ્તુઓ આયાત કરવી પડે છે, જયારે આ જ સિદ્ધાંતને સ્વીકારી ચીન દુનિયામાં પોતાની વસ્તુઓ મોકલી રહ્યું છે.

જળસંકટ ટાળવાના ઉપાયો અંગે ડો.આંબેડકરનું સ્મરણ  કર્યું

વડાપ્રધાને જળસંકટ અંગે વાત કરતા કહ્યું કે ડો.આંબેડકરે દેશમાં જળ સંકટ ટાળવાના અનેક ઉપાયો કાઢ્યા હતાં, પણ કોંગ્રેસ નેતાઓએ પોતાની ઉંચાઈનાં કારણે ડો.આંબેડકર દેખાયા જ નહી. દેશમાં જળ સંકટને ટાળવા અમે જળશક્તિ મંત્રાલય બનાવ્યું છે. સરદાર સરોવર ડેમ સરદાર પટેલનું સ્વપ્ન હતું. પંડિત નેહરુએ એની આધારશીલા સ્થાપી ત્યારથી કામ ધીમું ચાલ્યું અને યોજના પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા. સરદાર સરોવર માટે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે ઉપવાસ પર બેસવું પડ્યું ત્યારે કામ થયાં. અને અમે સરકારમાં આવ્યાં બાદ તરત જ આ યોજનાને પૂર્ણ કરી.

[youtube https://www.youtube.com/watch?v=gLUF_p_X6bg]

Leave a Response

error: Content is protected !!