જાણવા જેવુરાજનીતિ

મથુરામાં મોદીએ કહ્યું, કેટલાક લોકોના કાનમાં ગાય શબ્દ પડતાની સાથે જ વાળ ઉભા થઈ જાય છે

95views

બુધવારના રોજ મથુરામાં મોદીએ સંબોધન કરતાં કહ્યું કે, કેટલાક લોકોના કાનમાં ગાય શબ્દ પડે છે તો તેમના વાળ ઉભા થઈ જાય છે, ઓમ શબ્દ પડે છે તો પણ વાળ ઉભા થઈ જાય છે. ગાય હત્યાની વાત સાંભળીને તકલીફ થવી જોઈએ. તેમને લાગે છે કે દેશ 16મી શતાબ્દીમાં ચાલ્યો ગયો. શું ગ્રામીણ અર્થવ્યવસ્થાની વાત પશુધન વગર કરી શકાય છે ?

વધુમાં મોદીએ કહ્યું કે, આજે સ્વચ્છતા જ સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી. નેશનલ અનિમલ ડિસિસ પ્રોગ્રામને પણ શરૂ કરવામાં આવ્યો. પશુઓના સ્વાસ્થ્ય સંવર્ધન અને પોષણ સાથે જોડાયેલી યોજનાઓની પણ શરૂઆત કરવામાં આવી છે. મથુરાના પર્યટન સાથે જોડાયેલી પણ ઘણી યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે.

થોડા દિવસો બાદ આપણે બાપુની 150મી જયંતીની ઉજવણી કરીશું. મહાત્મા ગાંધીએ સ્વચ્છતાને મહત્વ આપ્યું હતું. આપણે તેમાંથી શીખવું જોઈએ. એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે. સ્વચ્છતા જ સેવા પાછળ પણ આ જ ભાવના જોડાયેલી છે. આજથી શરૂ થયેલા અભિયાનને પ્લાસ્ટિકથી થતા કચરાથી મુક્તિ માટે સમર્પિત કરવામાં આવ્યું છે. આ સમસ્યા સમયની સાથે-સાથે ગંભીર બની રહી છે.

વ્રજવાસીઓ સારી રીતે જાણે છે કે, કઈ રીતે પ્લાસ્ટિક પશુઓના મોતનું કારણ બની રહ્યું છે. સમગ્ર દેશમાં કામ કરી રહેલા તમામ હેલ્થ ગ્રુપ, સિવિલ સોસાયટી, યુવા મંડળ, મહિલા મંડળ, ક્લબ, સ્કુલ, કોલેજોને સિંગલ યુઝ પ્લાસ્ટિક ખત્મ કરવાના મિશનમાં સામેલ થવાનો આગ્રહ કરુ છું.

જયારે મોદી સ્ટેજ પર સંબોધી રહ્યાં હતાં ત્યારે, તેને જાણવા મળ્યું કે, કેટલાક લોકો કાર્યક્રમમાં પડી ગયા છે. ત્યારે મોદીએ મંચ પરથી મેડિકલ ટિમને તરત જ ત્યાં પહોચવા સૂચન કર્યું.

Leave a Response

error: Content is protected !!