Corona Update

દુનિયા કોરોના સામે લડી રહી છે પણ અમુક હજુ આતંકવાદ ફેલાવે છે PM મોદીએ ઈમરાનને ખરી ખોટી સંભળાવી

704views
  • NAM માં એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના 120 દેશોનો સમાવેશ થાય છે.
  • પીએમ નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા બાદ પહેલી વાર આ સમિતમાં ભાગ લીધો હતો
  • સમિટમાં કોરોના વાયરસ રોગચાળા સામે લડવામાં સભ્ય દેશોના તેમના વિસ્તૃત સંકલન અંગે ચર્ચા કરવામાં આવી
  • નામ લીધા વિના પીએમ મોદીએ પાકિસ્તાન પર નિશાન સાધ્યુ, આતંકવાદ ફેલાવવા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું
  • સમીટમાં પાકિસ્તાનવતી રાષ્ટ્રપતિ આરિફ અલ્વી ઉપસ્થિત રહ્યા હતા.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુટ નિરપેક્ષ (નામ) ના સભ્યોની બેઠકમાં ભારતવતી સંબોધન કર્યું છે. આ સમિટમાં કોરોના વાયરસ રોગચાળા સામે લડવામાં સભ્ય દેશોના તેમના વિસ્તૃત સંકલન અંગે ચર્ચા કરવામાં આવી છે.

અજરબેજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીવેવની પહેલ પર સભ્ય દેશોના વડાઓની આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોવિડ -19 સામે એક થવાના અભિયાન અંગે રાજકીય મેનિફોસ્ટો બહાર પાડવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા બાદ પહેલી વાર આ સમિતમાં ભાગ લીધો હતો. NAM માં એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના 120 દેશોનો સમાવેશ થાય છે. પાકિસ્તાનવતી રાષ્ટ્રપતિ આરિફ અલ્વી ઉપસ્થિત રહ્યા હતા.

  • પીએમ મોદીએ કહી આ વાત

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ સંકટ દરમિયાન અમે દેખાડ્યું કે એક વાસ્તવિક જન આંદોલન બનાવવા માટે લોકશાહી, અનુશાસન અને નિર્ણાયકતા એક સાથે કેવી રીતે આવી શકે. વધુમાં કહ્યું કે, દુનિયા ભલે કોવિડ-19 સામે લડતી હોય પરંતુ કેટલાક લોકો આતંકવાદ, ખોટા સમાચાર અને સમુદાયન વહેંચવા માટે ઘાતક વીડિયો જેવા કેટલાંક અન્ય ઘાતક વાઈરસ ફેલાવવામાં વ્યસ્ત છે.

આ સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ સંકટ દરમિયાન ભારતે બતાવ્યું કે એક વાસ્તવિક જન આંદોલન બનાવવા માટે લોકતંત્ર, અનુશાસન અને નિર્ણાયકતા એક સાથે કેવી રીતે આવી શકે છે. ભારતીય સભ્યતા સમગ્ર દુનિયાને એક પરિવાર તરીકે જુએ છે. જ્યારે અમે અમારા નાગરિકોની દેખભાળ કરીએ છીએ તો અમે અન્ય દેશોને પણ મદદ કરી રહ્યાં છીએ.

નોન એલાઈનેમેન્ટ મૂવમેન્ટ એટલે શું ?

નોન એલાઈનેમેન્ટ મૂવમેન્ટ એ રાષ્ટ્રોની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. આ આંદોલન ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ, ઇજિપ્તના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગમલ અબ્દુલ નાશેર અને યુગોસ્લાવીયાના રાષ્ટ્રપતિ જોસિપ બ્રોઝ ટીટો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જેની સ્થાપના એપ્રિલ 1961 માં કરવામાં આવી હતી. હાલમાં, આ સંસ્થામાં 120 સભ્યો અને 17 નિરીક્ષક દેશો છે

Leave a Response

error: Content is protected !!