રાજનીતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કતારપુર કોરીડોર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લો મૂક્યો

166views

ભારત અને પાકિસ્તાનને શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકના 550 મી જન્મ જયંતી પર કતારપુર કોરીડોર ખુલ્લો મૂકી ને ઇતિહાસ સર્જ્યો છે. દેશના ભાગલાના ૭૨ વર્ષ બાદ શનિવારે 550 ભારતીય શ્રદ્ધાળુઓના નો પહેલો જથ્થો ગુરુદ્વાર કતારપુર સાહેબ પહોંચ્યા હતા અને માથું ટેકવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પંજાબના ગુરુદાસપુરમાં કતારપુર કોરીડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. કતારપુર પહોચેલા આ આ પ્રથમ જાતથાનું નેતૃત્વ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું.

વડાપ્રધાન મોદીએ મુખ્યપ્રધાન અમરિનદરસિંહ અને અન્ય નેતા સાથે લંગરમાં ભોજન પણ કર્યું હતું. કોરિડોરનું નિર્માણકાર્ય રેકર્ડ 11 મહિનામાં પૂરું કરવા બદલ મોદીએ વડાપ્રધાન ઇમરાન ખાન અને પાકિસ્તાનના શ્રમિકોનો પણ આભાર માન્યો હતો. સમારંભને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, દેશની કતારપુર કોરીડોર સમર્પિત કરવાની તક મળી છે તે મારું સૌભાગ્ય છે. કારસેવા વખતે તમે જેવી અનુભૂતિ કરો છો તેવી જ અનુભૂતિ હું કરી રહ્યો છું.

પાકિસ્તાનમાં ગુરુદ્વાર દરબાર સાહિબ ખાતે પણ પાક.ના વડાપ્રધાન ઇમરાન ખાને કતારપુર કોરીડોર ઉદ્ઘાટન કર્યું હતું ઇમરાને ગુરુ નાનકની 550 મી જન્મ જયંતી પ્રસંગે સમુદાયને શુભેચ્છા પાઠવી હતી. શીખ શ્રદ્ધાળુઓને તારાપુર ખાતે આવકાર આપ્યો હતો.

સમારંભ અને ભારતથી પહોંચેલા પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિંધુ અને પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહેમૂદ કુરેશી સહિતના નેતાઓએ સંબોધન કર્યું હતું.

Leave a Response

error: Content is protected !!