જાણવા જેવુ

PM મોદીની 6 વર્ષમાં 9 વખત સરપ્રાઈઝ વિઝીટ, જેને દેશ અને દુનિયાને ચોંકાવી દિધા

164views

19 ફેબ્રુઆરી 2020: દિલ્હીના મેળામાં લિટ્ટી-ચોખા ખાધા
આ વર્ષના આરંભે નવી દિલ્હી ખાતે રાજપથ વિસ્તારમાં હુન્નર હાટમાં તેઓ પહોંચી ગયા હતા અને ત્યાં તેમણે બિહારની પરંપરાગત વાનગી લિટ્ટી-ચોખાનો સ્વાદ માણ્યો હતો.

27 ઓક્ટોબર 2019: LoC પર જવાનોને દિવાળીની મીઠાઈ ખવડાવી
જમ્મુ-કાશ્મીરમાંથી વિવાદાસ્પદ કલમ 370 હટાવ્યા બાદ ગત વર્ષે મોદીએ રાજૌરી નજીક લાઈન ઓફ કન્ટ્રોલ (LoC) પર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી અને સૈનિકોને પોતાના હાથે મીઠાઈ ખવડાવી હતી.

18 ઓક્ટોબર 2017: LoC પર ગુરેજ સેક્ટર પહોંચ્યા
એ વર્ષે મોદીએ જમ્મુ-કાશ્મીર સરહદ પર ગુરેજ સેક્ટર ખાતે તહેનાત સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેમણે જવાનોના બલિદાનોની પ્રશંસા કરીને તેમને પોતાના પરિવારજન ગણાવ્યા હતા. 

30 ઓક્ટોબર 2016: હિમાચલના સુમડો ખાતે સૈનિકોની વચ્ચે પહોંચી ગયા
એ વર્ષની દિવાળી મોદીએ હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ભારત-ચીન સરહદ પાસે સુમડો ખાતે સૈનિકો સાથે મનાવી હતી. એ પ્રસંગે તેમણે કહ્યું હતું કે 2001થી દર વર્ષે તેઓ સૈનિકો સાથે દિવાળી મનાવે છે.

11 નવેમ્બર 2015: અમૃતસરમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી
અમૃતસર ખાતે સૈનિકો સાથે દિવાળી મનાવવા પહોંચી ગયેલા મોદીએ ત્યાંના ડોગરાઈ વોર મેમોરિયલ પહોંચીને 1965ના યુદ્ધમાં શહીદ થયેલ જવાનોને અંજલી આપી હતી.

23 ઓક્ટોબર 2014: વડાપ્રધાન બન્યા બાદ પહેલી દિવાળી સિઆચેન ખાતે
કેન્દ્રની સત્તા સંભાળ્યા બાદ વડાપ્રધાન મોદીએ પ્રથમ દિવાળીની ઉજવણી સિઆચેન ખાતે ફરજ બજાવી રહેલા સૈનિકો સાથે મનાવી હતી. દુનિયાના સૌથી વધુ ઊંચાઈ પર આવેલ યુદ્ધક્ષેત્રમાં જઈને તહેવારની ઉજવણી કરવાની પરંપરાનો એ આરંભ હતો. 

25 ડિસેમ્બર 2015: અચાનક પાકિસ્તાન પહોંચીને સૌને ચોંકાવી દીધા
ફઘાનિસ્તાનના સત્તાવાર પ્રવાસે ગયેલા મોદીએ અચાનક લાહોર ખાતે ઉતરાણ કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે તત્કાલીન પાક. વડાપ્રધાન નવાઝ શરીફને જન્મદિવસની શુભેચ્છાઓ આપી અને શરીફની દોહિત્રીના લગ્નમાં હાજરી આપીને તેને આશીર્વાદ આપ્યા હતા

સૌજન્ય – દિવ્ય ભાસ્કર

Leave a Response

error: Content is protected !!