વિકાસની વાત

આ વરસાદ પણ નોકરિયાત લાગે છે…

200views

અમદાવાદ ના વરસાદ ને સાદર પ્રણામ સાથે :

આખો દિવસ એસી ઓફિસ માં ભીનાં નીતરતાં કપડે બેસવું એને પણ નહીં ગમતું હોય,
એટલે જ કદાચ રાત્રે વરસી ને સવારે અટકવું એને ફરજીયાત લાગે છે,
આ વરસાદ પણ નોકરિયાત લાગે છે .
————

જે એરિયા માં મારે જવું હોય, તે જ એરિયા માં એ વરસે છે,
જાણે ‘માર્કેટિંગ’ ની માફક, મને જ ‘ટાર્ગેટ’ કરવો, એની અસલિયાત લાગે છે,
આ વરસાદ પણ નોકરિયાત લાગે છે .
————

એક વાર વરસી ને મહિના સુધી એ હાથતાળી દઈ જાય છે,
‘બોસ’ પાસે થી પહેલી તારીખ ની ગરજ જેવો, કડવો ગરજીયાત લાગે છે,
આ વરસાદ પણ નોકરિયાત લાગે છે .
————-

ખૂબ ઉત્સાહ થી, આખું આભ ગજવી એ થનગનાટ કરે છે,
‘ઈન્ટરવ્યુ’ માટે વિશાળ પેઢી માં આવેલો, લબર મૂછીયો અરજીયાત લાગે છે,
આ વરસાદ પણ નોકરિયાત લાગે છે .
————-

જેવો હું બહાર જવા પગ મૂકું, તરત જ વરસવા માંડે છે,
કંપની ના અણગમતા લેણદાર ની જેમ જ પકડી પાડી, કરજીયાત લાગે છે,
આ વરસાદ પણ નોકરિયાત લાગે છે.

લેખક- રાજેન્દ્ર ઠક્કર

Leave a Response

error: Content is protected !!