વિકાસની વાત

આને હજુ કાશ્મીર જોઈએ છે : પાકિસ્તાનમાં ગધેડા પર થઈ FIR અને પોલિસે ધરપકડ પણ કરી..!

696views

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહીમ યાર ખાન શહેરમાં જુગારની એક ઘટના સામે આવી છે. આ જુગાર ગધેડાની રેસ પર રમવામાં આવી રહ્યો હતો. જુગારીઓની પોલીસે વીકેન્ડ પર ધરપકડકરી હતી અને આ ધરપકડમાં ગધેડાને પણ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. પોલીસે આ ગધેડાને પોલીસ સ્ટેશન બહાર બાંધી રાખ્યો હતો જેનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે.

આખી ઘટના એવી છે કે જુગાર વિરુદ્ધની પોલીસને ફરિયાદ નોંધવામાં આવી હતી. ગધેડાની રેસ યોજીને તેના પર જુગાર રમાઈ રહ્યો હતો. પોલીસ જ્યારે આ જુગારીઓને પકડવા ગયા ત્યારે તેમણે 8 લોકોને પકડ્યા. FIRમાં જુગારીઓની સાથે ગધેડાનું નામ પણ સામેલ કરવામાં આવ્યું હતું માટે સ્થાનિક પોલીસે ગધેડાની પણ ધરપકડ કરી. જુગારીઓ પાસેથી પાકિસ્તાની ચલણમાં 1,20,000 રૂપિયા પણ મળ્યા જે તેઓ ગધેડાની રેસ પર લગાવવાના હતા.

રહીમ યાર ખાન પોલીસ સ્ટેશનના વડાનું કહેવું છે કે, FIRમાં અન્ય સસ્પેક્ટની સાથે ગધેડાનું નામ હોવાથી તેની પણ જગ્યા પરથી જ ધરપકડ કરાઈ છે. ગધેડાને પોલીસ સ્ટેશનની બહાર બાંધી રાખવામાં આવ્યો છે અને પંજાબ પ્રાંતમાં જુગારને અટકાવવા માટે તેઓને છોડવામાં પણ આવશે નહીં.

Leave a Response

error: Content is protected !!