રાજનીતિ

માનવતા : સ્કૂલવાન-ઓટો હડતાળ પર, ટ્રાફિક પોલીસે 250 બાળકોને શાળાએ પહોંચાડ્યા

136views

આજ રોજ સ્કૂલ રિક્ષાએ તથા સ્કૂલ વાનની બે દિવસીય હડતાલ ને લીધે વડોદરા શહેરના મે પોલીસ કમિશ્નર સા.શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સા.શ્રી. નાઓની સુચનાથી નાયબ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક તથા મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રાફિક શાખા દ્રારા હડતાલ અનુલક્ષિ શહેર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ તથા સ્થાનિક પોલીસની કુલ ૫૨ ટીમો બનાવી ૪૬-મોટર સાયકલ તથા ૨૧- PCR વાન તથા ૯-સરકારી બોલેરો વાન દ્રારા સ્કૂલના 250 થી વધુ વિધાર્થીઓને તેઓની સ્કૂલ ખાતે સુરક્ષિત અને સલામત રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ. જેનો વાલીઓ તથા વિધાર્થીઓએ આ વ્યવસ્થાનો ભરપુર લાભ ઉઠાવી સંતોષ વ્યક્ત કરેલ છે.

vadodara traffic police

આજ રોજ સ્કૂલ રિક્ષાએ તથા સ્કૂલ વાનની બે દિવસીય હડતાલ ને લીધે વડોદરા શહેરના મે પોલીસ કમિશ્નર સા.શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સા.શ્રી. નાઓની સુચનાથી નાયબ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક તથા મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રાંફિક શાખા દ્રારા હડતાલ અનુલક્ષિ શહેર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ તથા સ્થાનિક પોલીસની કુલ ૫૨ ટીમો બનાવી ૪૬-મોટર સાયકલ તથા ૨૧- PCR વાન તથા ૯-સરકારી બોલેરો વાન દ્રારા સ્કૂલના 250 થી વધુ વિધાર્થીઓને તેઓની સ્કૂલ ખાતે સુરક્ષિત અને સલામત રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ. જેનો વાલીઓ તથા વિધાર્થીઓએ આ વ્યવસ્થાનો ભરપુર લાભ ઉઠાવી સંતોષ વ્યક્ત કરેલ છે. #vadodaratrafficpolice #vadodara #police #trafficeksanskar

Posted by Vadodara City Traffic Police on Tuesday, June 18, 2019

બાળકોને સ્કૂલે મૂકવા જતાં વાલીઓને સમજાવીને પોલીસ જવાનોએ બાળકો પોતાના વ્હિકલમાં બેસાડીને સ્કૂલે મૂકવા જતાં, વાલીઓ પણ પોલીસની કામગીરી જોઇને ખુશ થઇ ગયા હતા. સ્કૂલવાન અને સ્કૂલ ઓટોની હડતાળ હોવાથી સ્કૂલોના સંચાલકો દ્વારા પણ બાળકોના સ્કૂલ પહોંચવાના સમયમાં છૂટછાટ આપવામાં આવી હતી.

 

અમદાવાદમાં સ્કૂલવાનમાંથી બાળકો પડી જવાની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. આ ઘટના બાદ હવે આર.ટી.ઓ. વિભાગે સ્કૂલવાન અને સ્કૂલ ઓટોને ફરજિયાત કોમર્શિયલ પાસિંગ કરાવવા માટે જણાવ્યું છે. અગાઉ પણ અનેક વખત સ્કૂલવાન ચાલકો અને સ્કૂલ ઓટોને સૂચનાઓ આપવામાં આવી હતી. પરંતુ, તેનો અમલ થતો ન હતો.

અમદાવાદની ઘટના બાદ આર.ટી.ઓ.એ પોલીસ તંત્રની મદદ લઇ કડક કાર્યવાહી કરતા સ્કૂલવાન-સ્કૂલ ઓટો એસોસિએશન આમને-સામને આવી ગયા છે.

સ્કૂલવાન-સ્કૂલ ઓટો એસોસિએશનને ઘૂંટણીએ પાડવા માટે ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા બપોરે તમામ સ્કૂલના આચાર્યોની બેઠક બોલાવી છે.

જેમાં બાળકોની સલામતી માટે સ્કૂલવાન અને સ્કૂલ ઓટોને કોમર્શિયલ પાસિંગ માટે ફરજ પાડવા માટે સ્કૂલ આચાર્યોને કડક વલણ અપનાવવા માટે સૂચના આપવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!