ધર્મ જ્ઞાન

“સરકાર અમારા માટે કામ નથી કરતી..” તો તમે તમારે માટે શું કર્યુ ?

224views

રોજ સવારે ઉઠીને ફરીયાદ કરવા કરતા એવું કામ કરીએ કે લોકો આપણને ફરી ‘યાદ’ કરે. ઘણા લોકોને કહેતા સાંભળ્યા છે સરકાર કોઈ કામ જ નથી કરતી., અમારે માટે કોઈ યોજના નથી વગેરે વગેરે… સરકાર કામ કરે છે અને રોજ રોજ નવી યોજનાઓ બહાર પડે છે. આજનો લેખ સરકારની યોજના ગણાવવાનો નથી પણ તમારી અંદર સુતેલા ખંતીલા માણસને જગાડવાનો છે… જરા વિચારજો ગુજરાત સરકાર આપણી માટે કામ કરે કે ન કરે આપણે તો આપણી માટે કામ કરવું જ પડશે.

વાત સરકારની કામગીરીની કરી રહી છું તો ખુબ જુના આંકડામાં નથી જવું  પણ આજની જ વાત કરીએ તો આયુષ્માન ભારત હેઠળ કુલ 26 લાખ લોકોએ આયુષ્માન યોજનાનો લાભ લીધો.. એ બાદ વિજળી,ઘરનું ઘર વગેરે આંકડાઓ છે તો ગુજરાત સરકાર પણ આ યોજનાઓ વિશે રોજ માહિતી આપતી રહે છે.

આજે મારી ફેસબુક પોસ્ટમાં એક કોમેન્ટ વાંચી કે ફલાણી યોજનાનો લાભ અમારા સુધી નથી પહોંચ્યો બની શકે કે જે તે વ્યક્તિને માહિતી જ ન હોય કે યોજનાનો લાભ કેવી રીતે મેળવવો. જો કે ક્યારેક સરકારનો પણ વાંક છે. સરકારી જાહેરાતો એટલી કંટાળાજનક રીતે લખાયેલી હોય કે સામાન્ય રીતે આપણને વાંચવુ ન ગમે. આપણું મિડીયા પણ ટીઆરપીના ચક્કરોમાં જનતાને મદદરૂપ થવાને બદલે એકને એક સમાચાર 10 વાર ચલાવશે. સરકારની નબળી કામગીરી માટે તો મીડિયા ડિબેટની ડિબેટ ચલાવશે. ગોળ ટેબલ પર એક ગોખીને આવેલી એન્કર અને પાંચ બુદ્ધિજીવીઓ ગોઠવાઈ જશે પણ સરકારની નવી યોજના માટે.. શશશશ ચુપ ! ક્યાંક મોદીને બે વોટ વધારે મળી જશે…

હું લગભગ અઢી વર્ષથી જોતી આવું છું કે આચારસહિંતા સિવાયના દિવસોમાં સરકાર લગભગ રોજ નવી જાહેરાત કરે છે. ક્યારેક દિવસમાં 4 થી 5 મોટી જાહેરાત હોય છે પણ આપણને ક્યાં ખબર જ હોય. આપણે બસ આરોપ-પ્રત્યારોપ કરીએ છીએ.

હવે થોડી મહેનત તમારે પણ કરવી  પડશે, જમવાનું થાળીમાં આવી ગયા બાદ કોળીઓ તમારે જ ભરવો પડશે. સરકાર અને સિસ્ટમ કામ કરે છે કે નહિ તેના કરતા તમે તમારી માટે શું કરો છો એ મહત્વનું છે. જો તમને લાગતુ હોય તો સરકાર કામ નથી જ કરતી તો તમે જ આવી જાઓ  સરકારમાં… સિસ્ટમ બદલવાની જરૂર લાગતી હોય તો પહેલા એ સિસ્ટમમાં કામ કરો પછી જુઓ પરિસ્થિતી આપોઆપ બદલાશે.

તો ગમે તે હોય પણ  મને એટલી ખબર છે કે રસ્તો શોધવા નીકળેલાને ક્યારેક તો મંઝિલ મળી જ જાય છે. તમારે જરૂર છે હિંમતથી કામ શરૂ કરવાની..

 – બારાઈ ખુશાલી

लाखों बार गगरियाँ फूटीं,

शिकन न आई पनघट पर,

लाखों बार किश्तियाँ डूबीं,

चहल-पहल वो ही है तट पर,

तम की उमर बढ़ाने वालों!

लौ की आयु घटाने वालों!

लाख करे पतझर कोशिश पर

उपवन नहीं मरा करता है। ~ गोपलदास ‘नीरज’

Leave a Response

error: Content is protected !!