વિકાસની વાત

પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં રાજ્યમાં મહીસાગર જિલ્લો પ્રથમ ક્રમાંકે

110views

શું છે યોજના?

ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રીશ્રીના “સહી પોષણ દેશ રોશન”ના આહવાનને રોશન કરવા તથા સુપોષિત ગુજરાતના સંવેદનશીલ ધ્યેયને હાંસલ કરવા સંકલિત બાળ વિકાસ સેવા યોજના અમલમાં આવી હતી.

કેવી રીતે મળે છે લાભ?

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ પ્રથમ વાર જે મહિલા સગર્ભા બની હોય છે તેમનાં માટે આયોજના હેઠળ રોજગાર ગુમાવ્યા સામે આર્થિક વળતરના ભાગ રૂપે રૂપિયા 5000/-ની સહાયની રકમ DBT મારફત સીધી જ લાભાર્થીના બેન્ક ખાતામાં જમા થાય છે. મહીસાગર જીલ્લામાં વર્ષ 2018-19મા કુલ 6420 સગર્ભા લાભાર્થીઓને કુલ ત્રણ કરોડ એકવીસ લાખની રકમ સહાયપેટે મળેલ છે. વર્ષ 2019-20માં કુલ 2886 સગર્ભા લાભાર્થીઓને કુલ 95,000,00ની રકમ સહાય પેટે મળેલ છે. હાલ રાજ્યમાં મહીસાગર જિલ્લો પ્રથમ ક્રમે છે. જે જિલ્લા માટે ગૌરવ લેવા જેવી વાત છે.

અપૂરતા પોષણવાળી સગર્ભા મહિલાઓના ગર્ભમાં વિકસતા શિશુને જરૂરી પોષણ માતા તરફથી મળતું નથી એના પરિણામે બાળકના શારીરિક વિકાસમાં ભવિષ્યમાં સુધારી ન શકાય તેવી ખામીઓ રહે છે અને તેથી કરીને જન્મ સમયે પણ બાળકનું વજન ઓછું રહે છે. ગરીબ કુટુંબના કારણે ઘણી મહિલાઓને પ્રસુતિના સમય સુધી કામ કરવું પડે છે. જેથી તેમણે જરૂરી આરામ મળતો નથી. શરીર અશક્ત બને છે, બાળકના પોષણ માટે જરૂરી માત્રામાં ધાવણ બનતું નથી એટલે પોતે તથા બાળ બંનેમાં ખૂબ નબળાઈ આવી જાય છે. ઘણી વખત શિશુ મરણના દાખલા પણ બને છે. આના ઉપાય તરીકે ગર્ભવતી મહિલાઓને તેમજ નવજાત શિશુઓના સ્વાસ્થ્યની અને પોષણની ચિંતા કરીને ભારત સરકારે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના શરુ કરી છે. માતાઓને મળી રહેલા પોષણ લાભ લઈને કડાણા તાલુકાના ઝીંઝવાગામના ભાઠીયા ફળીયાની આંગણવાડી વિસ્તારની મહિલાઓ ખુશ થઈ ને સરકારનો આભાર વ્યક્ત કરી રહી છે.

Leave a Response

error: Content is protected !!