રાજનીતિ

પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત 18 કરોડ લોન પાસ કરાઈ

101views

બુધવારે રાજ્યસભામાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશે શ્રમ અને રોજગાર મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) સંતોષ કુમાર ગંગવારે વિગતો આપી હતી. આ યોજના અંતર્ગત 31 માર્ચ સુધીમાં 18 કરોડ લૉન પાસ કરવામાં આવી છે. વ્યક્તિગત ધોરણે ધંધો કરતા, નાના કે માઈક્રો બિઝનેસ કરતા લોકોને આ યોજના હેઠળ પોતાનો ધંધો વિસ્તારવા માટે 10 લાખ સુધીની કોલેટ્રલ-ફ્રી લૉન સેંકશન થઈ શકે છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે 1 જુલાઈ સુધીમાં વડાપ્રધાન રોજગાર યોજના (પીએમઆરપીવાય) દ્વારા 1,52,035 સંસ્થાઓ અને 1.21 કરોડ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. “આ યોજના હેઠળ, સરકાર તમામ ક્ષેત્રો માટે ઇપીએસ અને ઇપીએફ તરફ સંપૂર્ણ એમ્પ્લોયરનું યોગદાન (12 ટકા અથવા સ્વીકાર્ય) ચૂકવી રહ્યું છે, જે 1 એપ્રિલ, 2018 થી આગામી ત્રણ વર્ષ માટેના તમામ પાત્ર નવા કર્મચારીઓને લાગુ પડે છે. 1 જુલાઇ સુધીમાં આ યોજનામાં 1,52,035 સંસ્થાઓ અને 1.21 કરોડ લાભાર્થીઓ આવરી લેવાયા છે. રોજગાર નિર્માણ માટે એમ્પ્લોયરોને પ્રોત્સાહન આપવા 2016-17 માં મંત્રાલય દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી.

 

Leave a Response

error: Content is protected !!