રાજનીતિ

ધારાસભ્યોએ કામ કરવું જોઈએ, ત્યારે તમે રિસોર્ટમાં લઇ જાઓ છો ? પ્રદિપસિંહે કર્યો કોંગ્રેસને તીખો સવાલ

595views

અમિત ચાવડાના આક્ષેપનો પ્રદીપસિંહ જાડેજાએ વળતો જવાબ આપ્યો

રાજ્યમાં 19 જૂનના રોજ રાજ્યસભાની 4 બેઠક માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસ તેના ધારાસભ્યોને રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં રાખી રહી છે. તેમજ કોંગ્રેસના એક બાદ એક 8 ધારાસભ્યએ રાજીનામા ધરી દીધા છે. જેને પગલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે, ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને શામ દામ દંડ ભેદની નીતિથી કબ્જે કરવા મથે છે. . અમિત ચાવડાના આક્ષેપનો ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વળતો જવાબ આપતા કહ્યું કે, કોંગ્રેસમાં આંતરિક વિખવાદને કારણે રાજીનામા આપવાનો સિલસિલો શરૂ થયો છે. તમે ધારાસભ્યો સાચવી નથી શકતા તો ભાજપ પર આક્ષેપ કરવાનું બંધ કરો.

ધારાસભ્યોએ વિસ્તારમાં રહેવાનો સમય છે, ત્યારે તમે રિસોર્ટમાં લઇ જઇ રહ્યા છો?: પ્રદીપસિંહ જાડેજા 
ગૃહ રાજ્યમંત્રીએ આગળ કહ્યું કે, કોરોનાના સમયે તમારા ધારાસભ્યોએ વિસ્તારમાં રહેવાનો સમય છે, ત્યારે તમે રિસોર્ટમાં લઇ જઇ રહ્યા છો? પ્રજા પૂછે છે કે કોરોનાના સમયે જ્યારે અમારે તમારી જરૂર છે ત્યારે તમે કયાં છો? ભાજપ પરના આક્ષેપો તદ્દન ખોટા છે.

પ્રદીપસિંહે આડકતરી રીતે અહેમદ પટેલ પર નિશાન સાધ્યું
પ્રદિપ સિંહ જાડેજાએ આડકતરી રીતે અહેમદ પટેલ પર નિશાન સાધ્યું હતું કે દિલ્હીના નેતાના ઈશારે તમારે ત્યાં હટાવો-બચાવોની પ્રક્રિયા થઈ રહી છે. તમારા પક્ષમાં જ  આંતરિક રાજકારણ રમાઇ રહ્યું છે.

Leave a Response

error: Content is protected !!