રાજનીતિ

પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રા પર નિવેદન આપતા ઘીના ઠામમાં ઘી પડ્યુ.. વાંચો રથયાત્રાની પુર્વસંધ્યાનો ઘટનાક્રમ

1.07Kviews

રથયાત્રાને લઈને મહંત દિલીપદાસજી ને દુખ થયુ હતુ. સ્વાભાવિક છે કે હાઈ કોર્ટે ના પાડતા અમદાવાદમાં રથયાત્રા નિકળી શકી ન હતી. અમદાવાદ રેડ ઝોનમાં આવતું હોવાથી રથયાત્રા માટે પરવાનગી મળી નહિ.

પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રથયાત્રા આપણી જૂની પરંપરા છે. મહંતજીને દુ:ખ થયું એટલું જ મને દુ:ખ થયું છે. મહંત દિલીપદાસ પર અપાર શ્રદ્ધા છે. કોરોનાના પગલે રથયાત્રાની મંજૂરી ન મળી. રથયાત્રા ન કાઢવા HCએ ચુકાદો આપ્યો હતો. રથયાત્રા કાઢવા શરતી મંજૂરી માગી હતી. પુરીમાં મંજૂરી મળતા આપણને આશા જાગી હતી.

સરકારે તો બધી તૈયારી પણ કરી લીધી હતી.

  • પ્રદિપસિંહે જણાવ્યું કે, સવારે 6 વાગ્યે રથયાત્રા કાઢી 10:30થી 11 વાગ્યા સુધી નિજ મંદિર પરત લાવવાની અને શહેરમાં કર્ફ્યુ લગાવવાની સાથે પૂરતો બંદોબસ્ત ગોઠવી સોશિયલ ડિસ્ટન્સ સાથે રથયાત્રા કાઢવાની તૈયારી હતી સરકારે આવી એફિડેવિટ તૈયાર કરી હતી.
  • રથયાત્રાને પરવાનગી નથી મળી તે માટે સરકાર અને મને વ્યક્તિગત દુઃખ છે.
  • મુખ્યમંત્રી સહિત તમામ લોકોએ પગલાં લીધા હતા. પોલીસ બંદોબસ્તની ખાતરી આપી હતી.
  • પુર્વ સંધ્યાએ ઓડિશાને પરવાનગી મળી એટલે ગુજરાત સરકારે પ્રયત્નો કર્યા હતા
  • પ્રદિપસિંહ જાડેજા આખી રાત નિજ મંદિરમાં જ રહ્યા હતા અને તૈયારીઓ કરી હતી
  • તો રાત્રે એક વાર સરસપુર ખાતે પ્રેક્ટિસ પણ કરાઈ હતી

શું હતો મામલો ?

ઉલ્લેખનીય છે કે, આજે ભગવાન જગન્નાથને તેમની ગાદી પર બિરાજમાન કર્યા બાદ રથયાત્રા અંગે મહંત દિલીપદાસજી બાપુ પોતાની મનની વાત કરતા રીતસરના રડી પડ્યા હતા. દિલીપદાસજી બાપુએ જણાવ્યું કે, રથયાત્રા કાઢવા મુદ્દે અમારી સાથે રમત રમાઈ ગઈ છે. અમને જગન્નાથજીની મંગળા આરતી સુધી વિશ્વાસ હતો કે રથયાત્રા નીકળશે.

Leave a Response

error: Content is protected !!