વિકાસની વાત

પ્રદીપસિંહ જાડેજા વિશેની આ વાતો જાણૉ છો???

97views

પ્રદીપસિંહ જાડેજાનો જન્મ 11 જૂન 1962માં અમદાવાદ ખાતે થયો હતો. પ્રદીપસિંહ જાડેજાએ રાજનીતિની શરૂઆત અમદાવાદથી કરી હતી. એમને રસાયણ વિજ્ઞાન વિષયમાં કોલેજ કરી હતી. તેઓ પોતાના કેમિકલનાં બિઝનેસને ખૂબ સારી રીતે સંભાળી રહ્યાં હતાં એ જ દરમિયાન તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા. તેઓ પાર્ટીમા અનેક વાર મહત્વપુર્ણ પદાધીકારી તરીકે ફરજ બજાવી છે. 2002માં તેઓ પહેલીવાર અસરવા વિધાનસભા સીટ માટે ચૂંટાયા હતાં. 2007માં પણ આ જ સીટથી જીત મેળવી હતી. 2012મા આ સીટ અનામત માટે જાહેર કરાય હતી ત્યારે તેઓએ વટવા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત પણ મેળવી હતી. વર્ષ 2017માં જાડેજાએ કૉંગ્રેસ ઉમેદવાર બિપિન પટેલને હરાવી ફરી એક વાર જીત મેળવી હતી. 2010માં ગુજરાત વિધાનસભા સચેતકની ભૂમિકા ભજવી હતી

જન કલ્યાણનાં મુદ્દા પર જાડેજાએ ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે જયાં સુધી જનતા ખુશ નહીં થાય ત્યાં સુધી પ્રદેશ પ્રગતિ નહીં કરે. જાડેજાએ કાયમ લોકોની સમસ્યાઓ સાંભળી છે. માત્ર સાંભળી જ નથી પરંતુ તેનુ નિવારણ પણ લાવ્યા છે. જાડેજા જે પણ પદ ઉપર રહ્યાં તેને પુરી ઈમાનદારી અને નિષ્ઠાથી ફરજ નિભાવી છે.એશિયાના સૌથી મોટી સિવિલ હોસ્પિટલના દર્દીઓની સેવા કરવા હંમેશા તત્પર રહ્યાં છે. દર્દીઓની ફરિયાદોપર પણ તેઓ ખાસ ધ્યાન આપતાં હતાં

પોતાના દયાળુ અને સરળ સ્વભાવ માટે હંમેશા જાણીતા રહ્યાં છે. જ્યારે ગુજરાતમાં ભૂકંપ અને બૉમ્બ બ્લાસ્ટ જેવી ઘટનાઓ બની હતી ત્યારે પણ તેઓએ દર્દીઓની દિવસ રાત સેવા કરી હતી. આવનારા વર્ષોમાં ગુજરાતના વિકાસમા તેઓ સહયોગી બનવા ઇચ્છે છે. તેઓનો પ્રયત્ન એક એવી ઇકો સિસ્ટમ ઊભી કરવાની છે કે લોકો અને સરકાર વચ્ચેનાં ગેપને ઘટાડી શકે અને જે લોકો સરકારની યોજનાઓ વિશે નથી જાણતા તે લોકો સુધી યોજનાઓનો લાભ આપી શકે. તેઓ ઇચ્છે છે કે ભારતનાં યુવાનો દેશને આગળ વધારવામાં પોતાનુ પુરતું યોગદાન આપે. મહેનતુ, દયાળુ અને બધા સાથે મળીને દેશની પ્રગતિમાં પોતાનુ યોગદાન આપે. (લેખ: ફેમ ઈન્ડિયા)

Leave a Response

error: Content is protected !!