રાજનીતિ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વડાપ્રધાન મોદીની માતા હિરાબા સાથે કરી મુલાકાત

98views

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ગુજરાત મુલાકાત પધાર્યા છે. ત્યારે રવિવારે સવારે રામનાથ કોવિંદ અને તેમની પત્ની સવિતા કોવિંદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હિરાબાને ગાંધીનગર નજીક રાયસણ ગામમાં તેમના નિવાસસ્થાન પર મળ્યા હતા.

ત્યારબાદ રાષ્ટ્રપતિ કોવિંદ અને તેમની પત્નીએ આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિજીના આશીર્વાદ મેળવવા કોબા નજીકમાં આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેઓનું ત્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

Leave a Response

error: Content is protected !!