રાજનીતિ

વિશ્વ બેંકના અધ્યક્ષ શ્રીમાન ડેવિડ માલપાસ બન્યા ગુજરાતના મહેમાન, નિહાળી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’

86views

વિશ્વ બેંકના અધ્યક્ષ શ્રીમાન ડેવિડ માલપાસએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર સાહેબની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ખૂબ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.તેમણે આ પ્રસંગે મુખ્યમંત્રીની ઉપસ્થિતિનો હર્ષ વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, આવતીકાલે ભાવિ સનદી અધિકારીઓ સાથે મારુ વિચારસત્ર છે. હું ભારત વધુ વિકાસ સાધે એ માટે વિમર્શ કરીશ અને એમને પ્રોત્સાહિત કરીશ.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે વિશ્વની સહુથી મોટી નાણાકીય સંસ્થા એટલે કે વિશ્વ બેન્કના અધ્યક્ષ આપણી વચ્ચે લક્ષ્મી પર્વ જેવી દીપોત્સવી મનાવે એ ખૂબ મોટો શુભ સંકેત છે. આ ઘટના દર્શાવે છે કે આગામી સમયમાં ગુજરાત દેશનું સહુથી સમૃદ્ધ, સુખી રાજ્ય બનશે. તેમણે સૌને સ્વસ્થ અને સુખી નવ વર્ષની શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે મા લક્ષ્મીજીની કૃપા ગુજરાત અને ગુજરાતીઓ ઉપર નિરંતર વરસતી રહે.

Leave a Response

error: Content is protected !!