વિકાસની વાત

મીડિયાને સંબોધતા CM રૂપાણી એ ગુજરાતના સંભવીત 10 જિલ્લાઓના લોકોને નમ્ર વિનંતી કરી

113views

“વાયુ” વાવાઝોડાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારનો સ્ટેટ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ, મુખ્યમંત્રી કાર્યાલય, મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ ગાંધીનગરથી જિલ્લા વહિવટી તંત્ર સાથે સંપર્કમાં રહી પળે-પળની માહિતી મેળવી અધિકારીઓને માર્ગદર્શન પુરૂ પાડવામા આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 1.20 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંભવિત વાયુ વાવાઝોડાની તીવ્રતા જોતા સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત જિલ્લામાં દરિયાકાંઠાથી 10 કી.મીના વિસ્તારમાં કાચા મકાનો અર્ધપાકાને પાકા મકાનો સહિત નિચાણ વાળા વિસ્તારના તમામ લોકોનું ફરજીયાત સલામત સ્થળે સ્થળાંતર કરવા જિલ્લા કલેક્ટરોને સૂચના આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, વાવાઝોડું મધરાતે આવી રહ્યું છે તે ચિંતાનું કારણ છે. રાજ્યમાં એક પણ જાનહાનિ ન થાય તે જોવું અગત્યનું છે.

‘cM રૂપાણીએ 10 જિલ્લાના લોકોને દર્દભરી વિનંતી કરતા કહ્યું કે એક રાત માટે તેમણે સહકાર આપે’. કંટ્રોલ રૂમની મુલાકાત લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાત કરીને માહિતી આપી હતી. મીડિયાના માધ્યમથી ગુજરાતના સંભવીત 10 જિલ્લાઓના લોકોને નમ્ર વિનંતી કરી હતી.

Leave a Response

error: Content is protected !!