રાજનીતિ

ભારતનું ગૌરવ : રાફેલ વિમાન પહોંચી ગયા છે અબુધાબી

247views
  • આવી રહ્યો છે આકાશનો “બાહુબલી”
  • મોરચા ઉપર પહોંચશે રાફેલ, હવે થશે ડ્રેગની દરેક ચાલ ફેલ. હવે નક્કી છે દુશ્મનનો સર્વનાશ.
  • પાંચ લડાકુ વિમાન રફાલનો ઇંતજાર હોવી ખતમ થવા જઈ રહ્યો છે.
  • પાંચ લડાકુ રફાલ વિમાન પહોંચી ગયા છે અબુધાબી.
  • આવી રહ્યા છે પાંચ બાહુબલી લડાકુ વિમાન અંબાલા એર બેઝ ઉપર.
  • સૌ ભારતીય તૈયાર થઈ જાવ રફાલના સ્વાગત માટે.

ભારત સરકાર દ્વારા ફ્રાન્સ થી પાંચ રાફેલ લડાકુ વિમાન ખરીદવામાં આવ્યા છે. આ વિમાન ફ્રાંસથી અબુધાબી થઈને ને અંબાલા એર બેઝ પર પહોંચશે. જે ચાઇના અને પાકિસ્તાન જોડે તણાવ ભર્યા સંજોગોમાં ભારત માટે ખુબજ મહત્વની ઘટના છે.

અત્યારે સરહદ ઉપર ચીનની ઘૂસણખોરીનો જવાબ ભારતીય સેના આપી રહી છે. ઉપરાંત પાકિસ્તાન પણ સિઝફાયરનું ઉલ્લંઘન કરી આપણા સૈનિકોને ટારગેટ કરી રહ્યા છે. આવા સમયે દેશની સુરક્ષા લઈને મોદી સરકાર દ્વારા તાબડતોબ રાફેલ વિમાન લઈ આવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આપની જાણકારી માટે સોમવારે ફ્રાંસના મેરીનૈક એરબેઝથી રાફેલના પાંચ લડાકુ વિમાન ઉડાન ભરીને 5000 કિલોમીટરની સફર તય કરીને UAE ના અલ દફરા એરબેઝ ઉપર પહોંચી ગયા છે. આ વિમાન સાથે હવામાં ફ્યુલ ભરવાનું વિમાન પણ મોજુદ હતું.

આ લડાકુ વિમાન અને અંબાલા બેઝ પર પહોંચવામાં ફક્ત 2000 કિલોમીટરની સફર જ બાકી છે.

જ્યારે આ લડાકુ વિમાન અંબાલા એરબેઝ પર લેન્ડ કર છે ત્યારે દરેક ભારતીય માટે ગૌરવની ક્ષણ હશે.

Leave a Response

error: Content is protected !!