રાજનીતિ

ભાઈ હોય તો મોદી જેવા..વડાપ્રધાન મોદીએ આપી બહેનોને રક્ષાબંધનની ભેટ

1.23Kviews

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારનાં મણિપુરને એક નવી ભેટ આપી છે. ‘હર ઘર જલ’ મિશન અંતર્ગત અહીં વૉટર સપ્લાય પ્રોજેક્ટની આધારશિલા રાખવામાં આવી. આ દરમિયાન પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના સંકટ કાળમાં પણ દેશ રોકાયો નથી, દેશ થંભ્યો નથી અને દેશ થાક્યો નથી. જ્યાં સુધી વેક્સિન નથી આવી જતી, આપણે મજબૂતીથી લડતા રહેવાનું છે.

PMએ આ પ્રોજેક્ટને રક્ષા બંધનનાં અવસર પર બહેનો માટે ગિફ્ટ ગણાવી છે. પીએમ મોદીએ કહ્યું કે, નૉર્થ-ઈસ્ટનાં લોકોને લોકલ પર ગર્વ થાય છે, જ્યારે હું ત્યાંનો રૂમાલ પહેરું છું તો લોકોને ગર્વ થાય છે. બંબૂનાં ક્ષેત્રે પણ નૉર્થ-ઈસ્ટને લાભ થશે. જે રાજ્ય એક્ટિવ હશે તેને ઘણો ફાયદો થવાનો છે.

પીએમ મોદીએ કહ્યું કે, કેન્દ્ર તરફથી રાજ્ય સરકારને સતત મદદ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર કોરોનાને પહોંચી વળવામાં લાગી છે. રાજ્યમાં લગભગ 25 લાખ લોકોને મફત અનાજ મળ્યું છે, દોઢ લાખથી વધારે મહિલાઓને મફત ગેસ સિલિન્ડર મળ્યા છે. પીએમએ કહ્યું કે રોજ એક લાખ પાણીનાં કનેક્શન આપવામાં આવી રહ્યા છે. પોતાના સંબોધનમાં વડાપ્રધાને ભરોસો વ્યક્ત કર્યો કે પૂર્વોત્તરમાં પૂરથી પ્રભાવિત રાજ્યોને કેન્દ્ર તરફથી સતત મદદ કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, આજનાં જળ પ્રોજેક્ટથી ફક્ત આજે નહીં, પરંતુ ભવિષ્યની પેઢીને પણ ફાયદો થવાનો છે. લોકોને સ્વસ્થ રાખવા અને રોજગાર આપવાનું પણ કામ કરશે.

Leave a Response

error: Content is protected !!