Corona Update

PM મોદી 90 દિવસમાં છઠ્ઠી વખત કરશે રાજ્યોના મુખ્યમંત્રી સાથે ચર્ચા, આવુ કરનારા પહેલા PM બન્યા

2.73Kviews
  •  પ્રધાનમંત્રી મોદી 16-17 જૂનના રોજ તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે કોરોના સંકટ મુદ્દે ચર્ચા કરશે
  • પ્રધાનમંત્રીની 88 દિવસમાં આ છઠ્ઠી વીડિયો કોન્ફરન્સ હશે
  • પહેલી વાર બે દિવસ સુધી વાતચીત ચાલશે
  • 16 જૂનના રોજ 21 રાજ્યો અને UTના મુખ્યમંત્રીઓ સાથે તેમની વાતચીત થશે. તેમા પંજાબ, આસામ, કેરળ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, ત્રિપુરા, હિમાચાલ પ્રદેશ, ચંડીગઢ, ગોવા, મણિપુર, નાગાલેન્ડ, લદ્દાખ, પુંડુચેરી, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, અંડમાન અને નિકોબાર, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ, સિક્કીમ તથા લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.
  • જ્યારે 17 જૂનના રોજ 15 રાજ્યના મુખ્યમંત્રી કે ઉપરાજ્યપાલ સાથે વીડિયો કોન્ફરન્સિંગ થશે. તેમા મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, આંધ્ર પ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, તેલંગાણા અને ઓરિસ્સાનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં સંક્રણ અને તેને લીધે થતા મૃત્યુની સંખ્યામાં ઘણો વધારો થયો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 અને 17 જૂનના રોજ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે છઠ્ઠી વખત વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ચર્ચા કરશે. છેલ્લા 88 દિવસમાં આ તેમની છઠ્ઠી વીડિયો કોન્ફરન્સિંગ હશે. દરમિયાન મોદી દેશમાં વધી રહેલા કોરોના કેસની પણ સમીક્ષા કરશે.આ ઉપરાંત મુખ્યમંત્રીઓ સાથે અનલોક-1 અંગે પ્રતિભાવ પણ જાણશે.

આ સાથે એવી પણ શક્યતા છે કે આ ચર્ચા બાદ કેન્દ્ર સરકાર કોરોનાને અટકાવવા માટે કેટલાક કડક પગલાં ભરી શકે છે.

પ્રધાનમંત્રી  અલગ-અલગ રીતે મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે 
આ પ્રથમ વખત હશે કે જ્યારે પ્રધાનમંત્રી કોરોના સંકટ અંગે મુખ્યમંત્રીઓ સાથે અલગ-અલગ રીતે વાતચીત કરશે. 16 જૂનના રોજ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે તેમની વાતચીત થશે, જ્યારે 17 જૂનના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રી અથવા રાજ્યપાલ વીડિયો કોન્ફરન્સિંગમાં ભાગ લેશે. આ અગાઉ પ્રધાનમંત્રીએ 11 મેના રોજ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી, ત્યારબાદ લોકડાઉન 4.0ની જાહેરાત કરવામાં આવી હતી.

Leave a Response

error: Content is protected !!