રાજનીતિ

વડા પ્રધાન મોદીએ ટી.એન.શેશનના નિધન પર વ્યક્ત કર્યો શોક

97views

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટી એન શેશનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.વડા પ્રધાને કહ્યું, “શ્રી ટી.એન. શેષન એક ઉત્તમ નાગરિક કર્મચારી હતા. તેમણે ખૂબ જ ખંત અને નિષ્ઠા સાથે ભારતની સેવા કરી. ચૂંટણી સુધારણા તરફના તેમના પ્રયત્નોથી આપણી લોકશાહી વધુ મજબૂત અને સહભાગી બની છે. “ઓમ શાંતિ. ”

ટી.એન.શેશન કોણ હતા?

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ કેમ ના હોય. ચૂંટણીપંચ પોતાની કડક ભૂમિકા સાથે તેની ઉપર હંમેશા નજર રાખે છે. 90ના દાયકા પહેલાની વાત કરીએ તો રાજકીય દળો સિવાય કદાચ જ ચૂંટણીપંચ વિશે કોઈ જાણતુ હશે. ચૂંટણીપંચને ઓળખ અપાવવાનો શ્રેય જાય છે તત્કાલિન ચૂંટણી અધિકારી ટી.એનશેશનને.
તમિલનાડુ કૉડરના અધિકારી ટીએન શેશન ભારતના 10માં ચૂંટણી અધિકારી બન્યા હતા. તેમનો કાર્યકાળ 12 ડિસેમ્બર 1990થી 11 ડિસેમ્બર 1996 સુધી રહ્યો હતો. શેષને પોતાના કાર્યાલયમાં સ્વચ્છ અને નિષ્પક્ષ ચૂંટણી કરવા માટે નિયમોનું કડક પાલન કર્યું છે. કડક કારણોસર તેમની સરકાર અને કેટલાક નેતાઓ સાથે વિવાદ થયો હતો.

Leave a Response

error: Content is protected !!