રાજનીતિ

PM મોદીની ચીનને ચેતવણી,જો મિત્રતા નિભાવતા આવડે તો આંખોમાં આંખ નાખીને જવાબ દેતા પણ આવડે છે

1.47Kviews

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, જેમણે ભારતની ધરતી પર નજર રાખી હતી તેમને યોગ્ય જવાબ મળ્યો છે. તેમણે કહ્યું કે જો ભારત મિત્રતા જાળવવાનું જાણે છે, તો તે આંખોમાં આંખ નાખીને યોગ્ય જવાબો આપવાનું પણ જાણે છે. અમારા બહાદુર સૈનિકોએ બતાવ્યું છે કે તેઓ ક્યારેય માતા ભારતીનો મહિમા ઓછો નહીં થવા દે.

પાણી બચાવો, નાના પ્રયાસનું મોટું પરિણામ આવશે 
દેશના એક મોટા ભાગમાં ચોમાસું પહોંચી ગયું છે. આ વખતે હવામાન વૈજ્ઞાનિક પણ ચોમાસા અંગે ઉત્સાહિત છે. સારો વરસાદ થશે તો પ્રકૃતિ પ્રફુલ્લિત થશે, ખેડૂતો પણ ખુશ થઈ જશે. આનાથી પ્રકૃતિ રીફિલિંગ કરે છે. આમાં આપણો થોડો પ્રયાસ પણ ઘણો મદદગાર હશે. કર્ણાટકના કામેગૌડાએ ઘણું અસાધારણ કામ કર્યું છે તે પોતાના જાનવર ચરાવે છે અને આસપાસ નાના નાના તળાવ બનાવવામાં લાગ્યા છે. અત્યાર સુધી તે 16 તળાવ પોતાની મહેનતથી ખોદી ચુક્યા છે. બની શકે છે કે આ તળાવ નાના હોય પણ તેમનો પ્રયાસ મોટો છે.

જૂના અનુભવોથી શીખવું પડશે
આઝાદી પહેલા આપણો દેશ ડિફેન્સ સેક્ટરમાં દુનિયાના ઘણા દેશોથી આગળ હતો. એ વખતે ઘણા દેશ આપણાથી પાછળ હતા જે આજે આગળ છે. આપણે આપણા જ જૂના અનુભવોનો લાભ ઉઠાવવો જોઈએ હતો પણ એ આપણે ન કરી શક્યા. આજે ભારત પ્રયાસ કરી રહ્યો છે. આત્મનિર્ભરતા તરફ એક ડગલું ભરી રહ્યો છે. કોઈ પણ વિઝન સૌના સહયોગ વિના શક્ય નહી બની શકે. લોકલ માટે વોકલ હશે તો એ પણ દેશસેવા જ હશે. 

દેશભરમાંથી લોકડાઉનની કહાનીઓ સામે આવી રહી છે 
અરુણાચલના સિયામ ગામમાં લોકોએ ગામની બહાર 14 અસ્થાયી ઝૂંપડી બનાવી દીધી અને નક્કી કર્યું કે, બહારથી આવતા લોકોએ 14 દિવસ આ જ ઝૂંપડીમાં રહેવું પડશે. તેમને જરૂરીયાત વાળી તમામ વસ્તુઓ આપવામાં આવશે. જેવી રીતે કપૂર આગમાં બળે તો પણ તેની સુવાસ નથી છોડતો એમ સારા લોકો પણ આપદામાં તેમના સારા ગુણ નથી છોડતા. આપણા શ્રમિક સાથીઓ પણ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. આપણા પ્રવાસી શ્રમિકોની એવી કહાનીઓ સામે આવી રહી છે. આવા જ ઘણા શ્રમિક સાથીઓએ કલ્યાણી નદીનો ઉદ્દાર કરવાનું શરૂ કર્યું છે. એવા લાખો કિસ્સા અને કહાની છે જે આપણી સુધી નથી પહોંચી શકી. તમારી આસપાસ આવી ઘટના બને તો મને જણાવો. આવી ઘટના લોકોને પ્રેરણા આપશે. 

 બાળકો ઘરમાં દાદા-દાદીનું ઈન્ટરવ્યૂ કરવું જોઈએ 
કોરોનાના કારણે ઘણા લોકોને માનસિક તણાવ ભરેલું જીવન પસાર કર્યું છે. સાથે જ ઘણા લોકોએ લખ્યું કે, કેવી રીતે તેમણે આ દરમિયાન નાની નાની ક્ષણો પરિવાર સાથે પસાર કરી. મારા નાના સાથીઓને પણ હું અપીલ કરવા માંગીશ કે, એક કામ કરો, માતા-પિતાને પુછીને મોબાઈલ ઉઠાવો અને દાદા-દાદી અને નાના-નાનીનું ઈન્ટરવ્યૂ કરો. પુછો કે, તેમની બાળપણમાં રહેણી કહેણી કેવી હતી, શું રમતા હતા, મામાના ઘરે જતા હતા, તહેવાર કેવી રીતે ઉજવતા હતા. તેમણે 40-50 વર્ષ પાછળના જીવનમાં જવાનો આનંદ આપશે અને તમને જણાવી દઈએ કે નવી વસ્તુ શીખવા મળશે અને પરિવાર માટે પણ સારો અમૂલ્યખજાનો અને વીડિયો આલ્બમ પણ બની જશે.

આપણે દરેક સંકટને પાર કર્યુ
સંકટ આવતા રહ્યા પણ તમામ મુશ્કેલીઓને દૂર કરીને નવી રચના કરી. નવા સાહિત્ય રચ્યા. આપણો દેશ આગળ વધતો રહ્યો. ભારતે સંકટને સફળતાની સીડીમાં પરિવર્તિત કર્યં છે. તમે પણ આ જ વિચારથી આગળ વધશો. તમે આ જ સંકલ્પ સાથે આગળ વધશો તો આ વર્ષ કીર્તિમાન સ્થાપિત કરશે. મને દેશની જનતા પર પુરેપુરો વિશ્વાસ છે.

Leave a Response

error: Content is protected !!