રાજનીતિ

અમિત શાહની એક્ટિવનેસ : ગાંધીનગરમાં ધન્વંતરી રથથી 23 જ દિવસમાં સવા લાખ કરતા વધુ દર્દીઓની તપાસ કરાઈ

472views

કોરોના મહામારીના સમયમાં આરોગ્યને લગતી નાની-મોટી તકલીફોમાં નાગરિકોને આરોગ્યકેન્દ્ર કે હોસ્પિટલ સુધી જ્વું ન પડે તે માટે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘ધન્વંતરી યોજના’નો પ્રારંભ 16 જુનથી કરવામાં આવ્યો હતો.’ધન્વંતરી યોજના’ ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મતક્ષેત્ર એવા ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વસતા નાગરિકોને આરોગ્યને લગતી સેવાઓ પુરી પાડવામાં આવી છે. કોરોના સંલગ્ન અધિકારીઓ અને કાર્યકર્તાઓને  અમિત શાહે કાળજી લેવા તાકીદ કરી હતી.

‘ધન્વંતરી રથ’ની શું છે કામગીરી?

ધન્વંતરી રથ અથવા એમ્બ્યુલન્સ એક સુસજ્જ હરતા ફરતા દવાખાના જેવો છે, જેમાં એક ડૉક્ટર, એક ફાર્મસીસ્ટ,એક પેરામેડીકલ સ્ટાફ આરોગ્યલક્ષી સેવાઓ માટે હાજર હોય છે.આ રથમાં દર્દીની ઓપીડી સમયે તાવ, શરદી,કફ, ડાયાબિટીસ,બ્લડપ્રેશર, ગ્લુકોમીટરના ઉપયોગથી લોહીમાં શુગર અને પલ્સ ઓક્સિમીટરથી લોહીમાં ઓક્સિજનના પ્રમાણની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

  • ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં  સાંસદ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પ્રયત્નોથી 16 જૂન 2020 થી 9 જુલાઈ 2020 સુધીમાં ધન્વંતરી રથ(એમ્બ્યુલન્સ) મારફતે કુલ 638 રથ દ્વારા 2880 સ્થળોએ સેવા આપવામાં આવેલ, જે અંતર્ગત કુલ 1,15,383 દર્દીઓને તપાસવામાં આવ્યા.
  • જેમાં 174 મેલેરીયાના ટેસ્ટ કરવામાં આવ્યા છે, આ ઉપરાંત 3 જુલાઈથી 9 જુલાઈ દરમિયાન  1346 એન્ટીજન ટેસ્ટ કરવામાં આવેલા છે.

પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ પણ બિરદાવી આ યોજનાને:

તાજેતરમાં યોજાયેલ કોરોના અંગેની કેન્દ્રિય સમીક્ષા બેઠકમાં પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભાજપા સરકાર દ્વારા કાર્યરત સંજીવની વાન અને ધન્વંતરી રથના મુહિમને બિરદાવી હતી. સાથે જ બધા જ રાજ્યોને કહ્યુ હતું કે,”તમારે પણ ગુજરાતની જેમ ઘરે ઘરે જઈને કોરોના સારવાર આપવી જોઈએ અને નિર્દેશો આપ્યા હતા કે, અન્ય વિસ્તારોમાં પણ આવી કામગીરીનું અનુસરણ કરી શકાય.

Leave a Response

error: Content is protected !!