રાજનીતિ

PM મોદીના જોશભર્યા સુર કહ્યુ, “તમારુ સાહસ આ લેહની દરેક ઉંચાઈ કરતા પણ વધારે”

595views

PM મોદીનો જવોનોને સંદેશ

“જે મુશ્કેલી ભરી પરિસ્થિતિમાં તમે માં ભારતીની સેવા કરી રહ્યા છો તેનો મુકાબલો વિશ્વમાં કોઈ જ કરી શકે નહિ”

તમારી સોર્યગાથાઓ ઘરે ઘરે ગુંજી રહી છે. ભારતના દુશ્મને તમારી ફાયર પણ જોઈ છે અને ફ્યુરી પણ જોઈ છે.

હું ગલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનોને ફરી એકવાર શ્રધ્ધાંજલી આપુ છું. તેના પરાક્રમ અને સિંહનાદથી ધરતી માતા હજુ પર જયકાર કરી રહી છે.

તમે અને તમારા સાથીઓએ જે વીરતા દેખાડી છે તેનાથી દુનિયાને કડક સંદેશો ગયો કે ભારતની તાકાત શું છે

હવે દુનિયામાંથી વિસ્તારવાદનો યુગ ખત્મ થયો છે. આખી દુનિયા આ વિસ્તારવાદની વિરુદ્ધ છે.

મોદીના ભાષણાન મહત્વના મુદ્દા

ભારતે દુનિયાને તાકાત દેખાડી
અત્યારે તમે અને તમારા સાથીઓએ જે વિરતા દેખાડી છે, તેણે સમગ્ર દુનિયામાં એ સંદેશ આપ્યો છે કે, ભારતની તાકાત શું છે. જ્યારે દેશની રક્ષા તમારા હાથમાં છે, તમારા મજબૂત ઈરાદાઓમાં છે, તો માત્ર મને જ નહીં, સમગ્ર દેશને તમારામાં વિશ્વાસ છે.

દરેક આક્રમણ પછી દેશ વધારે મજબૂત થયો
પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણથી દેશના દરેક ખૂણામાંથી દેશના વીરોએ તેમનું શૌર્ય દાખવ્યું છે. તેમના સિંહનાદથી ધરતી અત્યારે પણ તેમનો જયકાર કરી રહી છે. આજે દેશવાસીનું માથું તમારી સામે આદરપૂર્વક નતમસ્તક થઈને નમન કરે છે. દરેક આક્રમણ પછી ભારત વધારે મજબૂત થઈને સામે આવ્યું છે. રાષ્ટ્રની, દુનિયાની, માનવતાની પ્રગતિ માટે શાંતિ અને મિત્રતા દરેક કોઈ માને છે. અમે એ પણ જાણીએ છીએ કે નિર્બળ શાંતિની શરૂઆત ન કરી શકે. વીરતા જ શાંતિની શરત હોય છે. ભારત આજે દરેક ક્ષેત્રે તેની તાકાત વધારી રહ્યા છે. તો તેની પાછળનો હેતું માત્ર માનવ કલ્યાણનો જ હોય છે.  

અમે હંમેશા માનવતા માટે કામ કર્યું છે
વિશ્વ યુદ્ધ હોય તે વિશ્વ શાંતિની વાત, જ્યારે પણ જરૂર પડી છે ત્યારે વિશ્વએ આપણાં વીકોનું પરાક્રમ જોયું છે અને અનુભવ પણ કર્યો છે. અમે હંમેશા માનવતા અને માણસાઈની રક્ષા માટે કામ કર્યું છે. તમે દરેક ભારતના આ લક્ષ્યને સાબીત કરનાર મુખ્ય લીડર છો.

હવે વિસ્તારવાદનો સમય ખતમ થયો
આજે વિશ્વ વિસ્તારવાદ નહીં પરંતુ વિકાસવાદને સમર્પિત છે અને વિકાસની ખુલ્લી સ્પર્ધાનું સ્વાગત કરે છે. રાષ્ટ્ર રક્ષા સાથે જોડાયેલા કોઈ પણ લીડર વિશે વિચારુ તો સૌથી પહેલાં હું બે માતાઓનું સ્મરણ કરુ છું. પહેલી- આપણા દરેકની ભારત માતા, બીજી-તે વીર માતાઓ જેમને તમારા જેવા યોદ્ધાઓને જન્મ આપ્યો છે.

Leave a Response

error: Content is protected !!