રાજનીતિ

વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાશનું શું છે મહત્વ ? જાણો પીએમના પ્રવાસની વિગતવાર માહિતી

158views

પાકિસ્તાન અને ચીન પર હુમલો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું કે, આતંકવાદ દેશ માટે સૌથી મોટો ખતરો છે. તેમણે વૈશ્વિક નેતાઓને પણ આતંકવાદની સામે ભેગા મળીને સામનો કરવાનું કહ્યું હતું. અહીં તેમણે માલદીવની સંસદને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, માલદીવ હિંદ મહાસાગરનું એક નગીનો છે. માલદીવની સંસદીય મજલિયમાં તેમણે કહ્યું કે, માલદીવ એટલે કે હજારો દ્વીપોની એક માળા. તેમણે કહ્યું કે, માલદીવમાં લોકતંત્રને મજબૂત બનાવવા માટે ભારતીય તમારી સાથે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ત્રણ પડકારો બંન્ને દેશો માટે ઘણા મોટા છે. આતંકવાદ પહેલો છે. આતંકવાદ એક દેશ અથવા એક દેશ માટે ખતરો છે. આ સંપુર્ણ માનવતા માટે ખતરો છે. વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર જ આતંકવાદનાં મુદ્દે પાકિસ્તાનને ઘેર્યું અને આતંકી સંગઠનોને સમર્થન આપવાનું બંધ કરે તેવું કહ્યું હતું.

તેના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવ્સની યાત્રા પુરી કરીને હવે પડોશી દેશ શ્રીલંકા પહોંચ્યા. અહીં તેમણે સૌથી પહેલા શ્રીલંકાના સેન્ટ એન્ટોની ચર્ચની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ઈસ્ટરના દિવસે થયેલા શ્રીબદ્ધ બોમ્બ વિસ્ફોટનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

પીએમ મોદી શ્રીલંકાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરીસેના સાથે મુલાકાત તેમજ વાતચીત કરી. જે બાદમાં તેઓ શ્રીલંકાના વિપક્ષના નેતા મહિન્દા રાજપક્ષે અને બાદમાં તમિલ રાષ્ટ્રીય ગઠબંધનના નેતાઓ સાથે પણ મુલાકાત કરી.

પીએમ મોદી રવિવારે 11 વાગ્યે શ્રીલંકાના પહોંચી ગયા છે. આ શ્રીલંકાનો તેમનો ત્રીજો પ્રવાસ છે. આ પહેલા તેમણે વર્ષ 2015 અને 2017માં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. PM મોદી ઇસ્ટર પર થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદ શ્રીલંકાની યાત્રા કરનાર કોઈ પણ દેશના પ્રથમ નેતા છે. આ હુમલામાં 250 લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં 11 ભારતીયોનો સમાવેશ થાય છે.

પીએમ મોદીએ ટ્વીટ કરતા જણાવ્યું કે, “શ્રીલંકાના પ્રવાસની શરૂઆત ઈસ્ટર પ્રસંગે અહીં થયેલા શ્રેણીબદ્ધ હુમલામાં માર્યા ગયેલા લોકોને સેન્ટ. એન્ટોની ચર્ચ ખાતે શ્રદ્ધાંજલિ આપીને કરી છે. આ હુમલામાં જેમનાં મોત થયા છે તેમના પરિજનો પ્રત્યે હું લાગણી વ્યક્ત કરું છું અને જે લોકો ઘાયલ થયા હતા તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.”

આ પહેલા પણ વડાપ્રધાન મોદીનું કોલંબો એરપોર્ટ ખાતે પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજી વખત વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા છે. તેમણે જણાવ્યું કે, “છેલ્લા ચાર વર્ષમાં આ અત્યંત સુંદર ટાપુની ત્રીજી વખત મુલાકાત લઈને હું ઘણો જ ખુશ છું. ભારત તેના મિત્રોને ક્યારેય ભુલતો નથી જ્યારે તેમને જરૂર હોય છે. શ્રીલંકાએ કરેલા ભાવભીના સ્વાગતથી હું ઘણો જ આનંદિત થયો છું.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શ્રીલંકાથી ભારત પરત ફરશે અને તેના પછી તિરુમલા સ્થિત ભગવાન વેંકટેશ્વરના મંદિરે જશે. જ્યાં તેઓ પૂજા-અર્ચના કરશે. મંદિરના એક અધિકારીના અનુસાર, શ્રીલંકાના પ્રવાશ પછી વડા પ્રધાન રવિવારે સાંજે કોલંબો થી તિરુપતિના નજીક આવેલા રેનીગુંટા એરપોર્ટ પર પહોંચશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂજા-અર્ચના કરીને તરત દિલ્હી રવાના થઈ જશે. પ્રધાનમંત્રી મોદીની આ યાત્રા માટે એરપોર્ટથી લઈને મંદિર સુધી જતા તમામ રસ્તાઓ અને મંદિરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અધિકારીએ જણાવ્યું કે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈ.એસ જગમોહન રેડ્ડી અને રાજ્યપાલ ઈએસએલ નરસિંમહા પ્રધાનમંત્રીની સાથે મંદિરે પહોંચી શકે છે. બીજી વખત વડાપ્રધાન બન્યા પછી મોદી પહેલી વખત આ મંદિરમાં પૂજા અર્ચના માટે જશે.

Leave a Response

error: Content is protected !!