Corona Updateરાજનીતિ

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને સમોસા બનાવી PM મોદીને આમંત્રિત કર્યા.. મોદીએ આપ્યો ચટાકેદાર જવાબ

1.42Kviews

ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને રવિવારે કેરીની ચટણી સાથે સમોસાનો સ્વાદ ચાખ્યો હતો. આ પ્રસંગે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કર્યા હતા. મોરિસને ટ્વિટ કર્યું હતું કે, આ રહ્યા રવિવારના સ્કો-મોસા. આની સાથે કેરીની ચટણી પણ છે. આ અઠવાડિયામાં હું વીડિયો લિંક દ્વારા વડા પ્રધાન મોદી સાથે મળીશ. તેઓ શાકાહારી છે. જો તેઓ સામે હોત તો આ સમોસાને હું તેમની સાથે શેર કરવાનું પસંદ પસંદ કરત.

મોરિસને તેના ટ્વિટ સાથે એક ફોટો પણ પોસ્ટ કર્યો હતી, જેમાં તે હાથમાં સમોસા અને કેરીની ચટણીની ટ્રે પકડેલા જોવા મળી રહ્યા છે. તેમણે ટ્વીટમાં મોદીને પણ ટેગ કર્યા હતા. આ ટ્વિટના જવાબમાં વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે સમોસા સ્વાદિષ્ટ લાગી રહ્યા છે. એક વખત કોવિડ-19 સામેની લડાઇ જીતાઇ જાય પછી આપણે સાથે તેનો સ્વાદ માણીશું.

Leave a Response

error: Content is protected !!