રાજનીતિ

હાર્દિક પટેલ વડોદરામાં આવશે તો આંદોલન કરીશું, સામાજીક કાર્યકરે કલેક્ટરને રજુઆત કરી

831views

હાર્દિક પટેલને એમ હતુ કે કોંગ્રેસના ખોળે બેસી જવાથી તમામ કેસો લોકો ભુલી જશે પણ એવુ બન્યુ નહિ, હાર્દિકે જે સમાજ સાથે કર્યુ અને દેશ સાથે રાજદ્રોહ કર્યો તે લોકો ભુલ્યા નથી પરિણામે વડોદરામાં એક સમાાજીક કાર્યકરે વિરોધ કર્યો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે વડોદરામાં સંજયનગરના વિસ્થાપિતોની મુલાકાતે આવનાર છે. હાર્દિક પટેલના વડોદરામાં આગમનથી કલમ 144 ભંગ થવાની શક્યતા હોવાથી સામાજીક કાર્યકર સંજય પંચાલે કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને હાર્દિક પટેલને વડોદરામાં પ્રવેશવા નહીં દેવા માંગ કરી હતી.

સામાજીક કાર્યકર સંજય પંચાલ
સામાજીક કાર્યકર સંજય પંચાલ

સામાજિક કાર્યકર કહે છે કે, 2015માં હાર્દિક પટેલને કારણે ગુજરાતની શાંતિ ડહોળાઇ હતી
વડોદરા નજીક સાંકરદાના રહેવાસી સંજય પંચાલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ પર રાજદ્રોહ જેવા ગુના દાખલ થયેલા છે. 2015માં કોંગ્રેસ સાથે મળી પાટીદાર અનામત આંદોલન કરીને 14 પાટીદાર દિકરાઓનો ભોગ લીધો અને ગુજરાતની શાંતિ ડહોળાઈ હતી. અને જો હાર્દિક પટેલ વડોદરાની મુલાકાત લેશે તો કલમ 144નો ભંગ થવાની પુરેપુરી શક્યતા છે અને જો હાર્દિક પટેલને પ્રવેશ આપવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ સામાજીક કાર્યકર સંજય પંચાલે ઉચ્ચારી હતી.

Leave a Response

error: Content is protected !!