રાજનીતિ

ગર્વ: ગુજરાત યુનિવર્સિટીને મળ્યું ટોપ 100 યુનિવર્સિટીમાં સ્થાન.. વાંચો રાજ્યની કેટલી યુનિ. છે બેસ્ટ ?

584views

 ભારત સરકારના એમએચઆરડી દ્વારા નેશનલ ઇન્સ્ટિટયુશનલ રેન્કીંગ ફ્રેમવર્ક (NIRF)ની ગુરુવારે જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઓવરઓલ કેટેગરીમાં ગુજરાત યુનિવર્સિટી 66માં ક્રમે ગાંધીનગરની આઇઆઇટીએ 35માં ક્રમે સ્થાન મેળવ્યુ છે. યુનિવર્સિટી રેન્કીંગમાં પહેલી વખત ગુજરાત યુનિવર્સિટીએ ટોપ 100માં 44મો ક્રમ મેળવ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાત યુનિવર્સિટી કયારેય ટોપ 100માં સ્થાન મેળવ્યુ નથી. પહેલી વખત યુનિવર્સિટીએ 44મો રેંક મેળવ્યો છે. જોકે, સ્ટેટ ફડિંગ યુનિવર્સિટીમાં ગુજરાત યુનિ.એ 12મો ક્રમ હાંસલ કર્યો છે.  રેંક મળવવા બદલ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અભિનંદન પાઠવ્યા હતા.

રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જાહેર કાર્યક્રમો અને શૈક્ષણિક પદવીદાન સમારંભમાં વારંવાર ટકોર કરતાં રહ્યા છે કે ગુજરાતની એકપણ યુનિવર્સિટી ટોપ 100માં સ્થાન મેળવી શકતી નથી. શિક્ષણમંત્રીનું આ મ્હેણું આજે ગુજરાત યુનિવર્સિટીએ ભાંગી નાંખ્યુ છે. આજે જાહેર કરાયેલા નેશનલ રેકીંગમાં યુનિવર્સિટી કેટેગરીમાં ગુજરાત યુનિવર્સિટી દેશભરની યુનિવર્સિટીઓમાં 44માં રેંક પર પહોંચી ગઇ છે. જયારે નામાંકિત ગણાતી એમ.એસ. અને નિરમા યુનિવર્સિટી વગેરેને 100થી 200માં બેન્ડમાં સ્થાન મળ્યુ છે. ગતવર્ષે આણંદ કૃષિ યુનિવર્સિટી 67માં રેંકમાં આવી હતી.

  • આ વખતે માત્ર આઇઆઇટી ગાંધીનગર અને ગુજરાત યુનિવર્સિટીએ સ્થાન મેળવ્યુ છે.
  • નેશનલ રેન્કીંગનો પ્રારંભ વર્ષ 2016માં કરવામાં આવ્યો હતો
  • . છેલ્લા ચાર વર્ષમાં ગુજરાત યુનિવર્સિટી કયારેય ટોપ 100માં સ્થાન મેળવી શકી નથી. ગતવર્ષે ટોપ 100માં આવતાં રહી ગઇ હતી.
  • આ વખતે ટોપ 100ના બદલે સીધી ટોપ 50માં સ્થાન હાંસલ કરી લીધુ છે.

દેશની ટોપ 50માં સ્થાન મળવાથી હવે કેન્દ્ર સરકારની જુદી જુદી સ્કીમ હેઠળ અનુદાન અને ઓનલાઇન એજ્યુકેશન માટે પણ યુનિવર્સિટી લાયક બનશે. આ રેન્કીંગ માટે અનેક પ્રકારના પરિબળોને ધ્યાનમાં લેવામાં આવતાં હોય છે જેમાં સ્ટાફ, કોર્સ, વિદ્યાર્થીઓની સંખ્યા, પીએચડી વિદ્યાર્થીઓની સંખ્યા ઉપરાંત મિડીયામાં યુનિવર્સિટીનુ થતાં સતત મુલ્યાંકનને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આજે નેશનલ રેન્કીંગ દ્વારા જુદી જુદી કેટગરીમા રેંક જાહેર કરવામાં આવતાની સાથે જ પ્રોફેસરો, પ્રિન્સીપાલ સહિત યુનિવર્સિટીના અધિકારીઓ, સિનિયર પ્રોફેસરોએ પૂર્વ કુલપતિ ડો.હિમાંશુ પંડયાને અભિનંદન આપ્યા હતા. કારણ કે છેલ્લા કેટલાય સમયથી યુનિવર્સિટી દ્વારા નેશનલ રેકીંગમાં આવવા પ્રયાસ કરવામાં આવતો હતો. સામાન્ય સંજોગોમાં ફેબ્રુઆરી-માર્ચમાં આ રેકીંગની જાહેરાત કરવામાં આવતી હોય છે પરંતુ કોરોના મહામારીના કારણે જૂનમાં જાહેરાત કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ કે હાલમાં યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ ન હોવાના કારણે તમામ લોકોએ આ કાર્ય માટે કામગીરી કરનારા પૂર્વ કુલપતિને અભિનંદન આપ્યા હતા.

Leave a Response

error: Content is protected !!