રાજનીતિ

CM રૂપાણીએ વિશાખાપટ્ટનમાં તત્કાલ મદદ મોકલી, 9 રેસ્કયુ ટીમ અને 500 કિલો PTBC મોકલ્યુ

563views
  •  વિશાખાપટ્ટનમ ગેસ લીક પર નિયંત્રણ લાવવામાં ગુજરાનું આગવું યોગદાન
  •  ગુજરાત 9 સભ્યોની ટીમે લીકેજના નિયંત્રણમાં મોટું યોગદાન આપ્યું
  • હાલ પણ તેઓ લીકેજ સંપૂર્ણ પણે અટકાવવાની કામગીરીમાં લાગેલા છે
  • ગેસ ગળતરની અસરો સામે ઉપયોગી કેમિકલ PTBCનું ઉત્પાદન માત્ર ગુજરાતમાં
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝેરી ગેસની વ્યાપકતા ઘટાડવા તત્કાલ મદદ મોકલી
  • 500 કિલો PTBCનો જથ્થો દમણથી એરલીફ્ટ

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક ખાનગી કંપનીના પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટનામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝેરી ગેસની વ્યાપકતા ઘટાડવા તત્કાલ મદદ મોકલી છે. મુખ્યમંત્રીના સચિવે એમ પણ જણાવ્યું કે, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની કંપનીમાં થયેલ ગેસ ગળતરની ઘટનામાં આ ગેસ ગળતરની અસરો સામે ઉપયોગી કેમિકલ PTBCનું ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે.  મુખ્યમંત્રી વિજય રૂપાણીને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ આ કેમિકલ વિશાખાપટ્ટનમ મોકલવા ટેલિફોનિક વાતચીત કરીને વિનંતી કરી હતી. જે અનુસંધાને  આ અંગે મુખ્યમંત્રીએ સતર્કતા દર્શાવી વાપીની ખાનગી ઉત્પાદક કંપની પાસેથી 500 કિલો PTBCનો જથ્થો દમણથી એરલીફ્ટ કરાવીને મોકલવા ઊદ્યોગ અગ્ર સચિવ અને વલસાડ કલેકટર મારફતે હાલની સ્થિતીમાં પણ ખાસ કિસ્સામાં યાતાયાત વ્યવસ્થાઓ કરાવી છે.

Leave a Response

error: Content is protected !!