રાજનીતિ

પુલવામાં આતંકીઓનું મોટું કાવતરુ નિષ્ફળ..વાંચો કેવી રીતે સેનાએ કર્યુ ઓપરેશન

846views

શ્રીનગર: આતંકવાદીઓ ફરી એકવાર કાશ્મીરના પુલવામામાં હુમલો કરવાની ફિરાકમાં હતા. આ માટે એક વાહનમાં આઈઈડી પ્લાન્ટ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ અને સેનાના જોઈન્ટ ઓપરેશનમાં તેને ઝડપી લઇ સમયસર ડીફ્યુઝ કરી નાંખી હતી. અને પુલવામાને વધુ એક હુમલામાંથી બચાવી લીધું હતું.

પુલવામા પોલીસને માહિતી મળી હતી કે હિજબુલ મુજાહીદ્દીનના આતંકીઓ એક વિસ્ફોટ ભરેલી કાર લઇ જઈ રહ્યા છે અને હુમલો કરવાની ફિરાકમાં છે. ત્યારબાદ ૪૪ પોલીસ અને સિઆરપીએફના જવાનો સાથે મળીને એક ઓપરેશન પાર પાડ્યું હતું અને સેન્ટ્રો કારમાંથી વિસ્ફોટક આઈડી પકડી પાડીને બોમ્બ સ્કવોડની મદદથી તેને નિષ્ક્રિય કરવામાં આવી હતી. હુમલો કરવા માટે વપરાયેલી સેન્ટ્રો કારનું રજીસ્ટ્રેશન નંબર કઠુઆ જીલ્લાનું હોવાનું જાણવા મળ્યું હતું.

સુત્રોના જણાવ્યા મુજબ કારમાં હિજબુલ મુજાહીદ્દીનનો એક આતંકી પણ કારમાં હાજર હતો. ગોળીબાર અને ઘેરાબંધીથી અંધારાનો લાભ લઈને તે ભાગી છૂટ્યો હતો. સેના હાલ આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

આઈજી વિજય કુમારના કહેવા પ્રમાણે આતંકવાદીઓ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા, પરંતુ એમના મનસુબા સફળ થયા નહીં.

Leave a Response

error: Content is protected !!