વિકાસની વાત

પુર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા આવેલ આ ઉદ્યોગપતિ સુષ્માનાં પાર્થિવ દેહને જોઇ હિબકે ચડ્યા

91views

ભારત દેશએ આજે એક સર્વ શ્રેષ્ઠ નેતા જ નહીં પરંતુ એક અજોડ વ્યક્તિવ ધરાવનાર પુર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ગુમાવ્યા છે. સુષ્મા સ્વરાજનું બધાનાં હૃદયમાં અલગ જ સ્થાન રહ્યું છે.

ત્યારે તેમની અંતિમ વિદાયથી દરેકની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતાં. સુષ્મા સ્વરાજના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો હતો. ત્યારે MDH મસાલા કંપનીનાં માલિક પણ સુષ્મા સ્વરાજનાં અંતિમ દર્શને આવ્યાં હતાં.

સુષ્મા સ્વરાજની વિદાયથી વડા પ્રધાન નરેદ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ પોતાના આંસુને રોકી શક્યા ન હતા ત્યારે MDH મસાલા કંપનીનાં માલિક સુષ્મા સ્વરાજનાં પાર્થિવ દેહને જોઇ ઘૃશકે ઘૃશ્કે રડી પડ્યા હતાં

શ્રદ્ધાંજલિ આપવા આવેલ તમામ લોકો આ જોઇને આશ્ચર્યમા પડી ગયા હતાં અને ધર્મપાલ ગુલાટીને સંભાળ્યા હતાં.

Leave a Response

error: Content is protected !!